Supreme Court: ફોજદારી કેસ વિશે ખોટી માહિતી આપવી પડી શકે છે ભારે, સુપ્રીમ કોર્ટની ટકોર, આવા કર્મચારીઓ નિમણૂંકને હકદાર નથી

|

Sep 18, 2021 | 9:30 AM

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રશ્ન એ કર્મચારીની વિશ્વસનીયતાનો છે કે જેણે નોકરીના પ્રારંભિક તબક્કામાં પોસ્ટ માટે અરજી કરતી વખતે ખોટું નિવેદન આપ્યું છે અથવા ફોજદારી કેસમાં સામેલ થવાની હકીકતને દબાવી દીધી છે.

Supreme Court: ફોજદારી કેસ વિશે ખોટી માહિતી આપવી પડી શકે છે ભારે, સુપ્રીમ કોર્ટની ટકોર, આવા કર્મચારીઓ નિમણૂંકને હકદાર નથી

Follow us on

Supreme Court એ શુક્રવારે કહ્યું હતું કે જે કર્મચારીએ ક્યારેય પોતાના ફોજદારી કેસને લઈને ખોટી જાહેરાત કરી છે અથવા તેમની સામે પડતર ફોજદારી કેસમાં તથ્યોને દબાવ્યા છે તે કર્મચારી ‘અધિકાર બાબતે’ નિમણૂકનો હકદાર નથી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના 2019 ના નિર્ણયને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી, જેમાં કર્મચારીને સેવામાંથી બરતરફ કરવાનો હુકમ રદ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં, નિમણૂક માટે અરજી સોંપતિ કરતી વખતે, કર્મચારીએ તેની સામે પેન્ડિંગ ફોજદારી કેસ જાહેર કર્યો ન હતો. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે અહીં પ્રશ્ન એ નથી કે કર્મચારી વ્યર્થ પ્રકૃતિના વિવાદમાં સામેલ છે કે નહીં અને પછી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવે કે નહીં, પરંતુ તે “વિશ્વાસ” વિશે છે.

એમ્પ્લોયરને કર્મચારી રાખવા માટે દબાણ કરી શકાતું નથી
એમ્પ્લોયર રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસરણ નિગમ લિમિટેડની અરજી પર કોર્ટનો નિર્ણય આવ્યો હતો, જેણે બરતરફીના આદેશને રદ કરવાના હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પ્રશ્ન એ કર્મચારીની વિશ્વસનીયતા વિશે છે કે જેણે નોકરીના પ્રારંભિક તબક્કામાં પોસ્ટ માટે અરજી કરતી વખતે ખોટું નિવેદન આપ્યું છે અથવા ફોજદારી કેસમાં સામેલ થવાની હકીકતને દબાવી દીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એવી પરિસ્થિતિમાં કે જ્યાં એમ્પ્લોયરને લાગે કે જે કર્મચારીએ પ્રારંભિક તબક્કે ખોટું નિવેદન આપ્યું છે, તેણે સત્ય જાહેર કર્યું નથી અથવા ભૌતિક તથ્યોને દબાવ્યા છે, તેને સેવામાં ચાલુ રાખી શકાશે નહીં. કારણ કે આવા કર્મચારી પર ભવિષ્યમાં પણ વિશ્વાસ કરી શકાતો નથી. એમ્પ્લોયરને આવા કર્મચારીને જાળવી રાખવા માટે દબાણ કરી શકાતું નથી.

કર્મચારી નિમણૂકનો દાવો કરી શકતા નથી
સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા ઘણા ચુકાદાઓનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે આવા કર્મચારી નિમણૂકનો દાવો કરી શકતા નથી અથવા હકદાર તરીકે સેવા ચાલુ રાખી શકતા નથી. સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના નિર્ણયને રદ કરતા કહ્યું કે પુન: સ્થાપનાનો આદેશ “સંપૂર્ણપણે અયોગ્ય અને ગેરવાજબી” છે. બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે એમ્પ્લોયરે ઓક્ટોબર 2013માં એક જાહેરાત બહાર પાડી હતી, જેમાં ટેક્નિકલ આસિસ્ટન્ટના પદ માટે અરજીઓ માંગવામાં આવી હતી, ત્યારબાદ વ્યક્તિએ તેના માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: Surat : રાજ્યમાં સૌથી વધારે વેક્સિનેશનનો રેકોર્ડ સુરતે કર્યો, એક જ દિવસમાં 2 લાખથી વધુ લોકોને રસી અપાઈ

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

 

Next Article