ઇન્ડોનેશિયાની ગુફાની જેમ સલામત નિકળી શકશે મેઘાલયની ખાણમાં ફસાયેલા મજૂરો ?

|

Dec 29, 2018 | 6:46 AM

ઇન્ડોનેશિયામાં જે રીતે ગુફામાં ફસાયેલી એક આખી ફુટબૉલ ટીમને ઉગારી લેવાઈ હતી, શું તેવી જ રીતે મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવી શકાશે? હાલ તો આ યક્ષ પ્રશ્ન છે, કારણ કે આ મજૂરો છેલ્લા 18 દિવસથી ખાણમાં ઘુસેલા પાણી વચ્ચે ફસાયેલા છે. જયંતિયા હિલ્સ જિલ્લાની ગેરકાયદે ખાણમાં ફસાયેલા મજૂરોની કોઈ ભાળ અત્યાર સુધી મળી શકી […]

ઇન્ડોનેશિયાની ગુફાની જેમ સલામત નિકળી શકશે મેઘાલયની ખાણમાં ફસાયેલા મજૂરો ?

Follow us on

ઇન્ડોનેશિયામાં જે રીતે ગુફામાં ફસાયેલી એક આખી ફુટબૉલ ટીમને ઉગારી લેવાઈ હતી, શું તેવી જ રીતે મેઘાલયની ખાણમાં ફસાયેલા 15 મજૂરોને બચાવી શકાશે?

હાલ તો આ યક્ષ પ્રશ્ન છે, કારણ કે આ મજૂરો છેલ્લા 18 દિવસથી ખાણમાં ઘુસેલા પાણી વચ્ચે ફસાયેલા છે. જયંતિયા હિલ્સ જિલ્લાની ગેરકાયદે ખાણમાં ફસાયેલા મજૂરોની કોઈ ભાળ અત્યાર સુધી મળી શકી નથી. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ છે. બચાવ દળને ત્રણ હેલમેટ મળી આવ્યાં છે. આ મજૂરો ગત 13 ડિસેમ્બરથી ખાણમાં ફસાયેલા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

370 ફુટ ઊંડી ખાણમાં 70 ફુટ પાણી

મળતી માહિતી મુજબ આ ખાણમાં પૂરનું પાણી ઘુસી ગયા બાદ મજૂરો ફસાઈ ગયા. 370 ફુટ ઊંડી આ ખાણમાં હાલમાં 70 ફુટ સુધી પાણી ભરાયેલું છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફની એક ટીમની વિનંતી પર ઍરફોર્સનું એક વિમાન 21 જવાનો સાથે 100 હોર્સપાવરના 10 પંપ લઈને પહોંચ્યું છે અને પાણી કાઢવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.

કિર્લોસ્કરની ટીમ પણ પહોંચી

ખાનગી કંપની કિર્લોસ્કરની એક ટીમ પણ હાઈપાવર પંપ સાથે ખાણ પાસે પહોંચી ચુકી છે. આ કંપનીએ ઇન્ડોનેશિયાની ગુફામાં ફસાયેલી ફુટબૉલ ટીમના બચાવ અભિયાનમાં પોતાના ઉપકરણો મોકલ્યા હતાં.

દુર્ગંધ આવવાની શરુઆત

એનડીઆરએફે આ અગાઉ જણાવ્યું હતું કે ખાણમાં પાણીની સપાટી ચકાસવા માટે ગોતાખોરને ક્રેનથી નીચે ઉતારાયો હતો. 15 મિનિટ બાદ તેણે સીટી વગાડતા તેને ઉપર ખેંચી લેવાયો. તેણે ખાણમાંથી દુર્ગંધ આવવાની વાત કહી. આ શુભ સંકેત નથી. હવે આશા ઓછી છે. જો મજૂરો જીવતા બહાર આવે, તો તે કોઈ ચમત્કાર જ ગણાશે

રૅટ હોલ માઇન મતલબ મજૂરોનું કબ્રસ્તાન

મેઘાલયમાં ગેરકાયદે રૅટ હોલ માઇનિંગ બેફામ ચાલે છે. ઊભી સુરંગોને રૅટ હોલ માઇન કહેવામાં આવે છે. તેમાં માત્ર એક જ વ્યક્તિના પસાર થવાની જગ્યા હોય છે. અકસ્માતો બાદ 2014માં એનજીટીએ રૅટ હોલ માઇનિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આમ છતાં મેઘાલયમાં ઠેર-ઠેર રૅટ હોલ માઇનિંગ ચાલુ જ છે.

[yop_poll id=375]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article