માતા વૈષ્ણોદેવીનુ મંદિર આજથી તમામ ભક્તો માટે ખુલ્લુ, જય માતાજીના ગુંજશે નાદ, જાણો કોરોનાકાળમાં વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા શુ કરવુ પડશે ?

|

Sep 20, 2020 | 10:42 PM

જમ્મુ પ્રાંતમાં આવેલ માતા વૈષ્ણોદેવીનું મંદિર પાંચ મહિના બાદ ભક્તો માટે બંધ રહ્યાં બાદ, આજથી તમામ ભક્તો માટે ખુલ્લુ મૂકાયુ છે. કોરોનાને લઈને વૈષ્ણોદેવીનું મંદિર ગત 18 માર્ચથી પુજારી સિવાના તમામ ભક્તજનો માટે બંધ કરાયું હતું.  કોરોનાકાળમાં માતાના દર્શને આવનારા ભક્તોને કોરોનાનું સંક્રમણ ના થાય તે માટે મંદિરના વહીવટકર્તાઓએ જેને શ્રાઈનબોર્ડ કહેવાય છે તેમણે કેટલાક […]

માતા વૈષ્ણોદેવીનુ મંદિર આજથી તમામ ભક્તો માટે ખુલ્લુ, જય માતાજીના ગુંજશે નાદ, જાણો કોરોનાકાળમાં વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા શુ કરવુ પડશે ?

Follow us on

જમ્મુ પ્રાંતમાં આવેલ માતા વૈષ્ણોદેવીનું મંદિર પાંચ મહિના બાદ ભક્તો માટે બંધ રહ્યાં બાદ, આજથી તમામ ભક્તો માટે ખુલ્લુ મૂકાયુ છે. કોરોનાને લઈને વૈષ્ણોદેવીનું મંદિર ગત 18 માર્ચથી પુજારી સિવાના તમામ ભક્તજનો માટે બંધ કરાયું હતું.  કોરોનાકાળમાં માતાના દર્શને આવનારા ભક્તોને કોરોનાનું સંક્રમણ ના થાય તે માટે મંદિરના વહીવટકર્તાઓએ જેને શ્રાઈનબોર્ડ કહેવાય છે તેમણે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. એક અઠવાડિયા માટે દરરોજ માત્ર 2000 ભક્તો જ માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. જેમાં 1900 ભક્તો જમ્મુ કાશ્મિરના અને 100 અન્ય રાજ્યોના ભક્તો હશે. એક સપ્તાહ બાદ વૈષ્ણોદેવી શ્રાઈનબોર્ડ સમિક્ષા કરીને જરૂરી છુટછાટ આપવી કે નહી તેનો નિર્ણય કરશે. સામાન્ય દિવસોમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા રોજ 50થી 60 હજાર ભક્તો આવે છે.

માતાના દર્શન માટે કેવી સાવચેતી રાખવી પડશે.
વૈષ્ણોદેવીના દર્શન કરવા હોય તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જમ્મુ કાશ્મિર સિવાયના રાજ્યોમાંથી માત્ર 100 લોકોને જ દર્શન કરવા જવા દેવાશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન કરવુ ફરજીયાત રહેશે. શ્રાઈનબોર્ડ દ્વારા થર્મલ સ્કેનીગ કરાશે. જો તાવ હશે તો દર્શન કરવા નહી જવા દેવાય. શંકાસ્પદ લક્ષણો ધરાવનારના કોરોનાનું પરીક્ષણ પણ કરાશે. જો તેમાં પોઝીટીવ હશે તો દર્શન કરવા નહી જવા દેવાય. વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે 10 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા તેમજ ગર્ભવતી મહિલાઓને પ્રવેશ નહી અપાય. તો પીઠ્ઠુ, પાલખી અને ખચ્ચરની સેવા બંધ રખાશે. જ્યારે હેલિકોપ્ટર, રોપવે અને બેટરી ઓપરેટેડ વાહન ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. એક સપ્તાહ બાદ વૈષ્ણોદેવી શ્રાઈનબોર્ડ દ્વારા સમિક્ષા કરીને ભક્તો માટે વધુ છુટછાટ આપવી કે નહી તેનો નિર્ણય કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 6:50 am, Sun, 16 August 20

Next Article