Manipur Violence: ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કરી આગ ચાંપી દેતા માતા-પુત્ર સહિત 3નાં મોત

|

Jun 07, 2023 | 9:34 AM

ઇમ્ફાલ પશ્ચિમમાં ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો, જેમાં ત્રણ લોકોના મોત થયા. જેમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા સાત વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસને એમ્બ્યુલન્સમાંથી મૃતદેહોના હાડકાં મળ્યા છે.

Manipur Violence: ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કરી આગ ચાંપી દેતા માતા-પુત્ર સહિત 3નાં મોત
Manipur Violence

Follow us on

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે અસામાજીક તત્વોના ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો, જેમાં એક મૈતેઈ સમુદાઈની મહિલા, તેના પુત્ર અને એક સંબંધીની હત્યા થઈ છે. મહિલાના લગ્ન કુકી સમુદાયમાં થયા હતા. તે ગોળી વાગતા ઘાયલ થયેલા તેના સાત વર્ષના પુત્રને તે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સ સાથે પોલીસની ટીમ પણ ત્યાં હતી. આમ છતાં ટોળાએ તેમના પર હુમલો કર્યો અને ત્રણ લોકોની હત્યા કરી છે. મામલો ઇમ્ફાલ પશ્ચિમના ઇરોસિમ્બા વિસ્તારનો છે. રવિવારે સાંજે 7 વાગ્યે ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી

પોલીસે એમ્બ્યુલન્સમાંથી મૃતદેહોના કેટલાક હાડકાં કબજે કર્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હિંસામાં સેંકડો લોકોના મોત થયા છે. મિડીયા રિપોર્ટ મુજબ, રવિવારે મહિલા ગોળીથી ઘાયલ થયેલા તેના પુત્રને લઈને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ટોળાએ તેમને ઘેરી લીધા હતા. પોલીસની ટીમ પણ તેમની સાથે હતી તે બાદ પણ ટોળાએ એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી હતી. એમ્બ્યુલન્સમાં મહિલા, તેનો પુત્ર અને તેના સંબંધીઓ જ હતા. ત્રણેય દાઝી ગયા હતા અને તેમનુ મૃત્યુ થયુ છે.

દીકરોને હોસ્પિટલ લઈ જતા ટોળકીએ કર્યો હુમલો

ઈમ્ફાલ પશ્ચિમમાં બનેલી આ ઘટનામાં પોલીસે એફઆઈઆર નોંધી છે, જેમાંથી જાણવા મળ્યું છે કે પોલીસને તેના મૃતદેહના માત્ર થોડા જ હાડકાં મળ્યા છે. મૃતકોની ઓળખ મીના હેંગિંગ, તેનો પુત્ર ટોમશિંગ, જેની ઉંમર સાત વર્ષથી ઓછી છે અને મીનાના સંબંધી લિડિયા લોરેમ્બમ તરીકે કરવામાં આવી છે. પીડિતોના એક સંબંધીએ જણાવ્યું કે રવિવારના ગોળીબારમાં તેમનો પુત્ર ઘાયલ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જઈ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

ઇમ્ફાલ પશ્ચિમમાં સતત ગોળીબાર

ઇમ્ફાલની પશ્ચિમે આવેલા કાંગચુપ વિસ્તારમાં કુકી સમુદાયના કેટલાય ગામો છે. આ વિસ્તાર કાંગપોપકી જિલ્લામાં આવે છે. નજીકમાં મેઇતેઈ ગામ ફાયેંગ પણ છે. જો કે એમ્બ્યુલન્સમાં આગ કેવી રીતે લાગી તે અંગે પોલીસ તપાસ કરશે. હિંસાના બીજા તબક્કામાં 27 મેના રોજ અહીં ભારે ગોળીબાર જોવા મળ્યો હતો.

મણિપુરમાં પહેલીવાર 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. થોડા દિવસો સુધી પરિસ્થિતિ કાબૂમાં રહી, પરંતુ પછી હિંસા વધુ તીવ્ર બની. દરમિયાન, શાંતિ જાળવવાના સંઘર્ષમાં, ગૃહ પ્રધાન અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પીડિતોના કેટલાક કેમ્પની મુલાકાત પણ લીધી હતી. લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article