મેંગલુરુ બ્લાસ્ટ કેસમાં EDના 5 સ્થળો પર દરોડા, કોંગ્રેસ કનેક્શન આવ્યુ સામે

|

Jan 11, 2023 | 3:23 PM

કેન્દ્રીય તપાસ એજન્સીએ કર્ણાટકમાં 5 સ્થળો પર દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે. જેમાં મુખ્ય આરોપી શારિકનું શિવમોગા સ્થિત ઘર સામેલ છે. ખાસ વાત એ છે કે EDના દરોડાની કાર્યવાહીમાં બ્લાસ્ટ કેસમાં કોંગ્રેસ પાર્ટીનો એંગલ પણ સામે આવ્યો છે.

મેંગલુરુ બ્લાસ્ટ કેસમાં EDના 5 સ્થળો પર દરોડા, કોંગ્રેસ કનેક્શન આવ્યુ સામે
Mangalore Blast Case

Follow us on

મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ બુધવારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કર્ણાટકમાં 5 સ્થળો પર દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે. જેમાં મુખ્ય આરોપી શારિકનું શિવમોગા સ્થિત ઘર સામેલ છે. ખાસ વાત એ છે કે EDના દરોડાની કાર્યવાહીમાં બ્લાસ્ટ કેસમાં કોંગ્રેસ પાર્ટીનો એંગલ પણ સામે આવ્યો છે.

EDના અધિકારીઓ તીર્થહલ્લી સ્થિત કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. સોપા ગુડ્ડા ખાતે આવેલી આ ઇમારત શારિકના પિતાની છે. કોંગ્રેસે પણ આ જ કોમ્પ્લેક્સમાં ભાડે ઓફિસ લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ કાર્યાલય મેંગલુરુમાં ઓટોરિક્ષા બ્લાસ્ટના આરોપીના પરિવાર પાસેથી લીઝ પર લેવામાં આવ્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ISIS ષડયંત્રના કેસમાં એક દિવસ પહેલા જ માજીન અબ્દુલ રહેમાન અને નદીમ અહેમદની ધરપકડ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આરોપી શારિકના પિતા અને કોંગ્રેસ નેતા કિમાને રત્નાકરના સંબંધી નવીન વચ્ચે સમજૂતી થઈ હતી. આ ઓફિસ માટે દર મહિને રૂ. 10,000 ભાડું ચૂકવવામાં આવતું હોવાના અહેવાલ છે. વર્તમાન કરાર જૂન 2023 માં સમાપ્ત થાય છે અને કિમાને પહેલેથી જ 10 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની માંગ કરી છે.

તપાસ એજન્સીએ કોંગ્રેસના નેતાની પણ પૂછપરછ કરી છે. આ સાથે કોન્ટ્રાક્ટની કોપી પણ માંગવામાં આવી છે, ત્યારબાદ રત્નાકરે ઓફિસ સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા.

 

આ મુદ્દે અમિત માલવીયાએ ટ્વીટ કર્યુ જેમાં લખ્યુ કે,’તે આશ્ચર્યજનક નથી કે મેંગલુરુ કુકર બ્લાસ્ટ આતંકવાદી કેસ સાથે કોંગ્રેસની લિંક બહાર આવી છે. યાદ રાખો કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કર્ણાટકમાં ઘણો સમય વિતાવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ હંમેશા પ્રતિબંધિત કટ્ટરપંથી આતંકવાદી સંગઠન PFI પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે’.

ટ્વીટ કરનાર અમિત માલવીયા ભાજપના રાષ્ટ્રીય માહિતી અને ટેકનોલોજી વિભાગના પશ્ચિમ બંગાળના પ્રભારી છે. તેમજ સભ્ય રાષ્ટ્રીય કારોબારી, ભૂતપૂર્વ બેન્કર, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં રસ ધરાવે છે.

Next Article