સુપ્રીમ કોર્ટની બહાર વ્યક્તિએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
સુપ્રીમ કોર્ટની બહાર એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હોબાળો મચી ગયો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટની (Supreme Court) નવી બિલ્ડીંગ પાસે 50 વર્ષના એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી. જેના કારણે તે દાઝી ગયો છે. તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ નોઈડાનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે સેક્ટર 128માં આવેલી ફેક્ટરીમાં કામ કરે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ કેરોસીન રેડીને પોતાની જાતને આગ ચાંપી લીધી હતી. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગને કોઈક રીતે કાબુમાં લેવામાં આવી હતી અને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાજભર ગુપ્તા સુપ્રીમ કોર્ટના ગેટ નંબર 1 પાસે પહોંચ્યા અને અચાનક કેરોસીન રેડીને પોતાની જાતને આગ લગાવી દીધી. આ પછી ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓએ કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી.
તમને જણાવી દઈએ કે આવી જ બીજી ઘટના 16 ઓગસ્ટ 2021ના રોજ પણ બની હતી. સુપ્રીમ કોર્ટના ગેટ નંબર ડીની સામે 24 વર્ષીય મહિલા અને 27 વર્ષીય પુરુષે પોતાની જાતને આગ લગાવી દીધી હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આત્મવિલોપન કરતા પહેલા યુવતીએ તેના સાથીદાર સાથે ફેસબુક લાઈવ પર વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાની ઓળખ જાહેર કરી અને આરોપ લગાવ્યો કે તેણે 2019માં અતુલ રાય સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય આરોપીઓને સમર્થન આપી રહ્યા છે.
મહિલાએ લાઈવ વીડિયોમાં દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશની એક સ્થાનિક કોર્ટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે અને ન્યાયાધીશે તેને સમન્સ પણ જાહેર કર્યા છે. માર્ચમાં, છોકરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને બળાત્કારના કેસની સુનાવણી પ્રયાગરાજથી દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી હતી. પાછળથી ઓગસ્ટમાં વારાણસીની એક સ્થાનિક કોર્ટે આરોપી સાંસદના ભાઈ દ્વારા નોંધાવેલી બનાવટી ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો –
ધ્યાન રાખજો ! ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોની ઊંઘ બગાડવી હવે ભારે પડશે, Railwayએ જાહેર કરી ગાઈડલાઈન
આ પણ વાંચો –