પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે રાજભવનમાં મુલાકાત થઈ. આરામબાગની સભા બાદ વડાપ્રધાન મોદી રાજભવન પહોંચ્યા હતા. સીએમ મમતા બેનર્જી 5.40 એ રાજભવન પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે એકાદ કલાક સુધી વાતચીત થઈ હતી. જે બાદ 6.40 એ મમતા બેનર્જી રાજભવનમાંથી બહાર નીકળ્યા હતા.
લોકસભા ચૂંટમી નજીક છે. રાજ્યની રાજનીતિ અને રાષ્ટ્રીય રાજનીતિમાં હાલના ઘટનાક્રમને જોતા આ બેઠકમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા થાય છે તેના પર સહુની નજરો ટકેલી હતી. જો કે રાજભવનમાંથી નીકળતા મુખ્યમંત્રીએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી. મુખ્યમંત્રી મમતાએ કોઈપણ પ્રકારની રાજનીતિક ટિપ્પણી કરવાથી બચતા જોવા મળ્યા હતા.
રાજભવનમાંથી બહાર આવ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યુ હજુ ચૂંટણીની જાહેરાત નથી થઈ. પ્રોટોકોલ છે જ્યારે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી આવે છે તો મળવાનુ થાય છે. જો કે આરસીટીસી ન જઈ શકી એટલે અહીં આવીને મળી હતી.
રાજકારણની ઓછી અને ઈત્તર વાતો વધુ થઈ
Chief Minister of West Bengal, @MamataOfficial Ji, met PM @narendramodi. pic.twitter.com/3imP8iD0Et
— PMO India (@PMOIndia) March 1, 2024
આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર કોલકાતાના આરામબાગથી આરસીટીસી હેલિપેડ પહોંચ્યુ હતુ. જે બાદ પીએમ મોદી ત્યાંથી બાય રોડ રાજભવન પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન શું મુખ્યમંત્રીએ રાજ્યની માગ સંબંધે વાત કરી? મુખ્યમંત્રીએ રાજભવનથી બહાર આવી કહ્યુ મે પણ રાજ્યની વાત કરી છે. મુલાકાતમાં રાજકારણની વાતો ઓછી અને આમતેમ ઈત્તર વાતો વધુ થઈ. જે બાદ પીએમ મોદીએ ખુદ સીએમ મમતા સાથે બેઠકની તસવીર ટ્વીટ કરી.
તેમણે કહ્યુ હું અહીં કોઈ રાજનીતિક ટિપ્પણી નહીં કરુ. કારણ કે આ કોઈ રાજનીતિક મુલાકાત ન હતી. રાજભવનમાં બહાર પત્રકારોએ પણ સવાલ કર્યો કે શું મુખ્યમંત્રીએ પીએમ મોદીને કોઈ ભેટ આપી છે. જવાબમાં મમતા બેનર્જીએ કહ્યુ કે હું હંમેશા બંગાળની મીઠાઈ આપુ છુ.
મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યુ કે કેન્દ્રના બાકી લેણા બાબતે પીએમ સાથે કોઈ ચર્ચા થઈ કે કેમ. જેના જવાબમાં દીદીએ જણાવ્યુ કે મારે જે કહેવાનુ છે એ રાજનીતિના મંચ પરથી કહીશ, આ મારી શિષ્ટાચાર મુલાકાત અને પ્રોટોકોલ છે.
પીએમ મોદી શનિવારે કૃષ્ણાનગરમાં જનસભા કરશે. 8 માર્ચે રાજ્યમાં ફરી તેમનો કાર્યક્રમ છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ એ દિવસે બારાસાતમાં જનસભા કરશે, ટીએમસી સૂત્રોના જણાવ્યા મુજબ બારાસાતમાં મોદીની સભાના એક દિવસ પહેલા 7 માર્ચે મહિલા તૃણમૂલનો કાર્યક્રમ છે.
Published On - 10:57 pm, Fri, 1 March 24