West Bengal : મમતા બેનર્જીએ કહ્યું- પીએમએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે યોજના જાહેર કરવી જોઈએ

|

Mar 31, 2022 | 5:28 PM

મમતા બેનર્જી એ જાણવા માંગે છે કે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી જે વિદ્યાર્થીઓ પોતાના દેશમાં પરત આવ્યા છે તેમના માટે સરકાર દ્વારા કેવા પ્રકારના શૈક્ષણિક પગલાં લેવામાં આવશે. બંગાળ સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં મદદ કરવા તૈયાર છે.

West Bengal : મમતા બેનર્જીએ કહ્યું- પીએમએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે યોજના જાહેર કરવી જોઈએ
Mamata Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) બુધવારે કેન્દ્ર સરકારને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. મમતા એ જાણવા માંગે છે કે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી (Ukraine) જે વિદ્યાર્થીઓ પોતાના દેશમાં પરત આવ્યા છે તેમના માટે સરકાર દ્વારા કેવા પ્રકારના શૈક્ષણિક પગલાં (Educational Measures) લેવામાં આવશે. તેમણે કહ્યું કે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી લેવી કેન્દ્ર સરકારની ફરજ છે.

પત્રકારો સાથે વાત કરતા, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખે વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ યુક્રેનથી તેમના દેશમાં પાછા ફરેલા બાળકો માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ જાહેર કરે. મમતા બેનર્જીએ કહ્યું કે હું વડાપ્રધાનને વિનંતી કરીશ કે યુક્રેનથી પરત આવેલા 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે જણાવે. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના અભ્યાસનું શું થશે ? શું સરકારની ફરજ નથી કે આ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મુખ્યમંત્રીએ પોતાની મર્યાદા વટાવી દીધી છેઃ સુવેન્દુ

સુવેન્દુએ પોતાના ટ્વીટમાં કહ્યું કે તે અકલ્પનીય છે કે ગઈકાલે અમારા મુખ્યમંત્રીએ પોતાની મર્યાદા ઓળંગી અને કેન્દ્ર સરકાર પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો. શું તેઓ જાણતા નથી કે આ શબ્દોનો ઉપયોગ રાજદ્વારી રીતે ભારત વિરુદ્ધ થઈ શકે છે ? જેના કારણે આપણી વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને અસર થઈ શકે છે.

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સંબંધિત મદદઃ મમતા

મુખ્યમંત્રી હાલ પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તરભાગના જિલ્લાઓના સત્તાવાર પ્રવાસે છે. બેનર્જીએ કહ્યું કે બંગાળ સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં મદદ કરવા તૈયાર છે. તેઓ યુક્રેનથી બંગાળ પરત ફરેલા 400 વિદ્યાર્થીઓને મળ્યા છે. બંગાળ સરકાર પણ તે બાળકોના શિક્ષણને લગતી મફત મદદ આપવા તૈયાર છે.

આ પણ વાંચોઃ

હિમંતા બિસ્વા સરમાએ આસામના અશાંત વિસ્તારને ઘટાડવાના નિર્ણયને આવકાર્યો, કહ્યું કે, રાજ્યનો 60% ભાગ AFSPAમાંથી થયો મુક્ત

આ પણ વાંચોઃ

સામનામાં દર્શાવાય કોંગ્રેસ જીર્ણોદ્ધારની ફોર્મ્યુલા, શરદ પવાર,મમતા અને ઠાકરેની નવી એકજુટતા માટે ચર્ચા જરૂરી

Next Article