FCRA ઉલ્લંઘન કેસમાં CBIની મોટી કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા પાડી 06 સરકારી કર્મચારીઓ સહિત 14ની ધરપકડ

|

May 11, 2022 | 9:44 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દેશભરમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને 06 જાહેર સેવકો સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘનના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

FCRA ઉલ્લંઘન કેસમાં CBIની મોટી કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા પાડી 06 સરકારી કર્મચારીઓ સહિત 14ની ધરપકડ
પ્રતિકાત્મત તસ્વીર

Follow us on

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દેશભરમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને 06 જાહેર સેવકો સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશી દાન મેળવવામાં નિયમોના કથિત ઉલ્લંઘનના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. FCRA એટલે કે, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટના ઉલ્લંઘનના કિસ્સામાં, દિલ્હી, હરિયાણા સહિત લગભગ 40 સ્થળોએ આરોપીઓના પરિસરમાં સર્ચ દરમિયાન, ઘણા ગુનાહિત દસ્તાવેજો, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા છે.

મંગળવારે MHA અને NICના FCRA વિભાગના 7 જાહેર સેવકો, મધ્યસ્થીઓ અને વિવિધ NGOના પ્રતિનિધિઓ સહિત 36 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે, FCRA ડિવિઝનના કેટલાક અધિકારીઓએ વિવિધ NGOના પ્રમોટરો / પ્રતિનિધિઓ દ્વારા વચેટિયાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. NGO નિર્ધારિત માપદંડોને પરિપૂર્ણ ન કરવા છતાં દાન મેળવવાનું ચાલુ રાખવા માટે પાછલા બારણે FCRA નોંધણી / નવીનીકરણ મેળવવા માટે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેટલાક જાહેર સેવકો એફસીઆરએ ડિવિઝનમાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ તરીકે અને એફસીઆરએ હેઠળ નોંધણી / રજીસ્ટ્રેશનના નવીકરણ માટે એનજીઓ પાસેથી લાંચ મેળવવા માટે અને અન્ય એફસીઆરએ સંબંધિત કાર્યોમાં સામેલ હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તપાસ દરમિયાન, બે આરોપીઓ નવી દિલ્હીના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ એકાઉન્ટન્ટ વતી 4 લાખની લાંચ લેતા અને સ્વીકારતા ઝડપાયા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ લાંચ અવડી (તામિલનાડુ)માં હવાલા ઓપરેટર અને ઉક્ત જાહેર સેવકના નજીકના સહયોગી દ્વારા આપવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવી રહ્યા છે. વધુ તપાસ ચાલુ છે.

Next Article