મહિન્દ્રાની નવી પહેલ, ઑક્સીજન ઓન વ્હીલ, સીધો લોકોના ઘર અને હોસ્પિટલ સુધી પહોંચશે પ્રાણવાયુ

|

May 03, 2021 | 9:27 PM

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે દેશનો કોર્પોરેટ સમૂહ લોકોની મદદ માટે સતત આગળ આવી રહ્યાં છે. જેમાં પણ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા દેશની સ્ટીલ અને પેટ્રોલિયમ કંપનીઓએ ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કર્યો છે, જ્યારે કેટલીક કંપનીઓએ કોવિડ હોસ્પિટલો બનાવી છે. આ ક્રમમાં એક વધુ નામ મહિન્દ્રા અને મહિન્દ્રા જોડાયું છે, જેણે 'ઓક્સિજન ઓન વ્હીલ' ની પહેલ કરી છે.

મહિન્દ્રાની નવી પહેલ, ઑક્સીજન ઓન વ્હીલ, સીધો લોકોના ઘર અને હોસ્પિટલ સુધી પહોંચશે પ્રાણવાયુ
મહિન્દ્રાની નવી પહેલ, ઑક્સીજન ઓન વ્હીલ

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે દેશનો કોર્પોરેટ સમૂહ લોકોની મદદ માટે સતત આગળ આવી રહ્યાં છે. જેમાં પણ Oxygenની તંગીને પહોંચી વળવા દેશની સ્ટીલ અને પેટ્રોલિયમ કંપનીઓએ Oxygenના ઉત્પાદનમાં વધારો કર્યો છે, જ્યારે કેટલીક કંપનીઓએ કોવિડ હોસ્પિટલો બનાવી છે. આ ક્રમમાં એક વધુ નામ મહિન્દ્રા અને મહિન્દ્રા જોડાયું છે, જેણે ‘ઓક્સિજન ઓન વ્હીલ’ ની પહેલ કરી છે.

લોજિસ્ટિક સમસ્યાઓ દૂર થશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહિન્દ્રા લોજિસ્ટિક્સ, મહિન્દ્રા ગ્રુપનું લોજિસ્ટિક્સ આ અંગેની પહેલ કરશે. આ પહેલનો ઉદ્દેશ દેશમાં Oxygenના ઉત્પાદન અને પરિવહન વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. કંપનીએ મહારાષ્ટ્રમાં તેની કામગીરી શરૂ કરી છે.

ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર અભિગમ

આ પહેલ હેઠળ ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ‘અભિગમ કામ કરશે મહિન્દ્રા ટ્રક્સનો ઉપયોગ Oxygen ઉત્પાદકોને હોસ્પિટલો અને ઘરો સાથે જોડવા માટે કરશે. આ રીતે, તે હોસ્પિટલો અને લોકોના ઘરે ઓક્સિજન પહોંચાડશે જેથી વધુને વધુ લોકોની મદદ કરી શકાય. આ માટે, કંપનીએ ઓપરેશન કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને ઉત્પાદન સીધા ગ્રાહક સુધી પહોંચાડવા માટે ‘ડાયરેક્ટ -2-કન્ઝ્યુમર’ મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે.

આનંદ મહિન્દ્રાએ અનેક ટવીટસ કરી હતી

મહિન્દ્રા જૂથના વડા આનંદ મહિન્દ્રાએ એક પછી એક ટવીટ કરીને કંપનીની પહેલ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘દેશમાં મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે, આજે ઓક્સિજનની નિર્ણાયક આવશ્યકતા છે. સમસ્યા ઓક્સિજનના ઉત્પાદનની નહીં પણ ઉત્પાદન સુવિધાથી લઈને હોસ્પિટલ અને ઘરો સુધીના પરિવહનની છે. મહિન્દ્રા લોજિસ્ટિક્સની ‘ઓક્સિજન ઓન વ્હીલ’ પહેલ આ અંતરને દૂર કરવાનો પ્રયાસ છે.

ઉદ્ધવે ઠાકરેને વચન આપ્યું હતું

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તેમણે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યું હતું કે તેઓ ઓક્સિજનના સપ્લાયમાં મદદ કરશે. હવે તેની ટીમે પૂણે અને ચાકણમાં 20 બોલેરો દ્વારા ઓક્સિજનના 61 જંબો સિલિન્ડરો પૂરા પાડ્યા હતા, જેમાંથી 13 સિલિન્ડરને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા.

Published On - 9:22 pm, Mon, 3 May 21

Next Article