Maharashtra political crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ, શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે

|

Jun 22, 2022 | 6:31 PM

ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે હિન્દુત્વનો પાલવ પકડવાની કોશિશ કરી હતી.

Maharashtra political crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ, શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે
Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય સંકટ (political crisis) વચ્ચે શિવસેના (Shivsena) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા જેમાં તેમણે હિન્દુત્વનો પાલવ પકડવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું હતું કે શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ છે. આ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી છે. શિવસેના હિન્દુત્વથી દૂર જઈ જ ન શકે. તેમણે નવનીત રાણા મુદ્દે પણ ચોખવટ કરી હતી. થોડા સમય પહેલાં અમરાવતીના અમરાવાતીના સાંસદ નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો. બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. તેમ છતાં મુંબઈની ખાર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ ખૂબ ચગ્યો હતો અને શિવસેના હિન્દુત્વથી દૂર જઈ રહી હોવાની છબી બની હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ આજે આ મુદ્દે પણ ચોખવટ કરી શિવસેનાને હિન્દુત્વથી કોઈ દૂર કરી ન શકે, હિંદુત્વ એ શિવસેનાની ધડકન છે તેવું જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ આ સાથે ઇમોશનલ કાર્ડ પણ રમ્યું હતું. તેમણે એકનાથ શિંદે સાથે પારીવારિક સંબંધો હોવાનો ઇશારો કરતાં કહ્યું કે શિંદે અને આદિત્ય ઠાકરે બંને સાથે અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

તેણે કહ્યું કે આજે હું દુઃખી, આઘાત અને આશ્ચર્યમાં છું. જો કોંગ્રેસ અને એનસીપી કહે કે તેઓ ઉદ્ધવને સીએમ નથી ઈચ્છતા તો હું સમજી શકું છું, પરંતુ આજે સવારે કમલનાથે મને ફોન કર્યો, ગઈકાલે શરદ પવારે મને ફોન કર્યો અને કહ્યું કે હું તમારી સાથે છું, મને તમારા પર વિશ્વાસ છે. તેઓ મને ઇચ્છે છે, પરંતુ જો મારા પોતાના લોકો મને ન ઇચ્છતા હોય તો હું શું કહી શકું? સુરત કે બીજે ક્યાંય જવાને બદલે તેઓ આવીને મને કેમ કહેતા નથી કે અમે તમને અમારા મુખ્યમંત્રી તરીકે નથી જોઈતા. જો તેઓ કહે કે અમને ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું જોઈએ છે, તો હું રાજીનામું આપવા તૈયાર છું અને રાજભવન જવા પણ તૈયાર છું, જો એક પણ વ્યક્તિ આવીને મારી સાથે વાત કરે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

હું મારું રાજીનામું આપવા તૈયાર છું. મારી સામે આવો અને હું મારું રાજીનામું આપીશ. તે રાજીનામું રાજભવન લઈ જાઓ, હું જઈ શકતો નથી કારણ કે મને કોવિડ છે. હું ફરી લડીશ. હું કોઈપણથી ડરતો નથી. જેઓ કહે છે કે આ બાળાસાહેબની શિવસેના નથી તેમના માટે પણ મારી પાસે તમામ જવાબો છે. કેટલાક લોકો કહે છે કે આ બાળાસાહેબની સેના નથી. હું શિવસેના પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું, પરંતુ જેઓ મને નથી ઈચ્છતા તેમણે મારી સાથે રૂબરૂ વાત કરવી જોઈએ.

ઠાકરેએ કહ્યું કે જો શિવસેના ફરી સત્તામાં આવશે તો હું રાજીખુશીથી સીએમ પદ સ્વીકારીશ, પરંતુ તમારે મારી પીઠ પાછળ નહીં, સામે મને કહેવું પડશે. અત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું. આવી પોસ્ટ આવશે અને જશે. ઘણા લોકોએ મને કહ્યું કે હું પરિવારના સભ્ય તરીકે તેમની સાથે વાત કરી રહ્યો છું અને તે મારી વાસ્તવિક સિદ્ધિ છે. કોની પાસે નંબર છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને નંબર કેવી રીતે મળ્યો તે મહત્વનું છે. હું અત્યારે કોઈ ડ્રામા નથી કરી રહ્યો. જો એકનાથ શિંદે આવીને બોલે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. બધા ધારાસભ્યએ મને ટેકો આપ્યો પણ મારા પોતાના લોકોએ મને સાથ આપ્યો નહીં. જો એક પણ સભ્ય મારી વિરુદ્ધ વોટ આપે તો તે મારા માટે શરમજનક છે. જો તમે લોકો ઈચ્છો છો કે હું રાજીનામું આપું તો હું રાજીનામું આપીશ.

Next Article