Breaking : નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર લગાવ્યા ગંભીર આરોપ, અંડરવર્લ્ડ અને નકલી નોટના ધંધા સાથે પણ જોડ્યુ કનેક્શન
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે (Nawab Malik) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુંબઇના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ક્રૂઝ ડ્રગ્સ કેસને લઇને મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકારણ ગરમ છે. મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) એનસીપી (NCP) નેતા નવાબ મલિક (Nawab Malik) પર અંડરવર્લ્ડ સાથે લિંક હોવાના આરોપ લગાવ્યા હતા. જેની સામે નવાબ મલિકે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર કેટલાક ગંભીર આરોપ કર્યા છે.
નકલી નોટોના ધંધા સાથે કનેક્શન જોડ્યું
નવાબ મલિકે કહ્યું કે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે મારા પર આરોપ લગાવ્યા હતા. દેવેન્દ્રએ કહ્યું કે હું સલીમ પટેલને જાણતો હતો. તમને જણાવી દઉ કે હું 2005માં મંત્રી નહોતો. દેવેન્દ્ર ફડણવીસ પર સીધો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ફડણવીસ NCB ને ખોટા કામોમાં મદદ કરે છે, NCB નિર્દોષ લોકોને હેરાન કરીને પૈસા પડાવી રહી છે અને દેવેન્દ્રજી તેને બચાવવાનું કામ કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવતા મલિકે કહ્યું કે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી પછી ઘણા રાજ્યોમાં નકલી નોટો પકડાવા લાગી. પરંતુ 1 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટનો એક પણ કેસ સામે આવ્યો નથી. 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ BKCમાં 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટ પકડી હતી.
મલિકે વધુમાં જણાવ્યું હતું કે તેcની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. પુણેમાં પણ એકની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં મામલો દબાવી દેવાયો હતો. પાકિસ્તાનની નકલી ચલણી નોટો ભારત આવી અને આરોપીને જામીન મળી ગયા. આ કેસ NIAને કેમ ન અપાયો? ત્યાં પકડાયેલો આરોપી કોંગ્રેસી કહેવાતો હતો. મલિકે વધુમાં કહ્યું કે 6 મહિના પછી આરોપીના ભાઈને લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવે છે. દેવેન્દ્રજી, તમે રાજનીતિને અપરાધીકરણ કરવાનું કામ સંપૂર્ણપણે કર્યું.
મલિકે આરોપ લગાવ્યો કે જ્યારે ડીઆરઆઈ દ્વારા 14.56 કરોડની નકલી નોટો પકડાઈ હતી. સમીર વાનખેડે તે સમયે ડીઆરઆઈમાં જોઈન્ટ કમિશનર હતા. સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હતો. આનાથી સાબિત થાય છે કે સમીર વાનખેડે દેવેન્દ્ર ફડણવીસ સાથે સંબંધ ધરાવે છે. મલિકે વધુમાં કહ્યું કે મુન્ના યાદવ એક અપરાધી હતો, જેને બાંધકામ બોર્ડનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો.
જેનો ભાઈ નકલી નોટોના કેસમાં પકડાયો, તેને લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યો. જેની પત્ની બાંગ્લાદેશી છે જે બાંગ્લાદેશીઓને મુંબઈમાં સેટલ કરવાનું કામ કરે છે, તમે તેને મૌલાના આઝાદ કમિટીના વડા બનાવ્યા. આ બધું દર્શાવે છે કે દેવેન્દ્ર ફડણવીસનો સંબંધ ગુનેગાર અને અંડરવર્લ્ડ સાથે છે.
આ પણ વાંચો –
Ahmedabad: મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળાના દર્દીઓની લાઈન
આ પણ વાંચો –
Breaking : નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર લગાવ્યા ગંભીર આરોપ, અંડરવર્લ્ડ અને નકલી નોટના ધંધા સાથે પણ જોડ્યુ કનેક્શન
આ પણ વાંચો –