મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે : ઉદ્ધવ ઠાકરે

|

Jun 06, 2021 | 8:58 PM

Maharashtra ના  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ રવિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાના મામલે સરકાર સભાન પગલાં લઈ રહી છે. તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ડિજિટલ મીટિંગ દરમિયાન તેમણે આ વાત કહી હતી. 

મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર સરકાર અનલોક મામલે સમજી વિચારીને પગલાં લઇ રહી છે

Follow us on

Maharashtra ના  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ રવિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાના મામલે સરકાર વિચારીને પગલાં લઈ રહી છે. તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ડિજિટલ મીટિંગ દરમિયાન તેમણે આ વાત કહી હતી.  રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવા  સોમવારથી 5- લેવલ યોજના  જાહેર કરી હતી.

જેમાં સાપ્તાહિક ચેપ દર અને ઓક્સિજન બેડ પરના દર્દીઓની સંખ્યાના આધારે અનલોકનો નિર્ણય કર્યો છે. આ અંગે શુક્રવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર કાળજીપૂર્વક પગલાં લઈ રહી છે 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Maharashtra ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું કે, રાજ્ય સરકાર કાળજીપૂર્વક પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ કોઈ તાત્કાલિક છૂટ આપવામાં આવશે નહીં. આમા પણ કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર પ્રતિબંધોને હળવા કરવા કે તેમને વધુ કડક બનાવવાનો નિર્ણય લેશે.

લેવલ-1 માં  બધું ખોલવામાં આવશે

Maharashtra અનલોક સૂચના મુજબ જે વિસ્તારોમાં ચેપ દર પાંચ ટકા કે તેથી ઓછો છે અને ઓક્સિજન બેડ પર દર્દીઓની સંખ્યા 25 ટકાથી ઓછી છે. તેને લેવલ-1 કેટેગરીમાં રાખવામાં આવશે અને ત્યાં બધું ખોલવામાં આવશે. જ્યારે 20 ટકાથી વધુ ચેપ દર ધરાવતા વિસ્તારોને લેવલ-5 માં રાખવામાં આવશે. જેમાં આવશ્યક દુકાનો ખુલશે અને કચેરીઓમાં 15 ટકાથી વધુ કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

ઉદ્યોગપતિઓએ પ્રતિબંધ હળવા કરવાના ધોરણોને આવકાર્યા

આ બેઠકમાં ભાગ લેનારા પ્રમુખ ઉદ્યોગપતિઓમાં ઉદય કોટક, સંજીવ બજાજ, બી  ત્યાગરાજન, નૌશાદ ફોર્બ્સ, અમિત કલ્યાણ, અશોક હિન્દુજા, એએન સુબ્રમણ્યમ, અજય પિરામલ, હર્ષ ગોયેન્કા, નિરંજન હિરાનંદાની શામેલ હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પ્રતિબંધ હળવા કરવાના ધોરણોને આવકાર્યા છે.

જ્યારે કોવિડ -19 ના રોજનાં કેસ ઘટશે  ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે: ઠાકરે

Maharashtra મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ રવિવારે કહ્યું હતું કે જો કોરોનાના રોજનાં કેસ ઓછા આવશે તો મુંબઈમાં ફિલ્મ અને ટીવી શૂટિંગ માટે મંજૂરી આપવામાં આવશે. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની ઓનલાઇન બેઠક દરમિયાન ઠાકરેએ તેમને સરકારને સહયોગ આપવા અપીલ કરી હતી જેથી રોગચાળો કાબૂમાં લઇ શકાય.

મનોરંજન જગત અનલોક પ્રક્રિયા દરમિયાન સરકારને સહયોગ આપે 

મુખ્યમંત્રીએ કહ્યું, “કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે ચેપના કેસોમાં થોડોક ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે અને અનલોક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મ અને ટીવી નિર્માતાઓએ શૂટિંગ દરમિયાન કોરોનાને રોકવા સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે મનોરંજન જગતને અનલોક પ્રક્રિયા દરમિયાન સરકારને સહયોગ આપવા જણાવ્યું હતું.

મીટિંગ દરમિયાન આદેશ બાંડેકર, નીતિન વૈદ્ય, પ્રશાંત દામલે,ભા રત જાધવ, સુબોધ ભાવે, અમોલ કોલ્હે, અમિત બહલ, પુનીત ગોયેન્કા, અજય ભાલવંકર, સંગમન શિર્કે અને સિદ્ધાર્થ રાય કપૂર ઉપરાંત અનેક કલાકારો એન્કર અને મનોરંજન જગતની હસ્તીઓ હાજર રહી હતી.

Published On - 8:56 pm, Sun, 6 June 21

Next Article