DANCE BARના નહીં આવે ‘અચ્છે દિન’, સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી સામે આવી રહ્યું છે RED SIGNAL !

|

Jan 20, 2019 | 7:33 AM

સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ પણ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ડાન્સ બાર ચાલવા દેવા નથી માંગતી. સરકાર હવે વટહુકમ લાવીને ડાન્સ બાર પર લાગુ પ્રતિબંધ ચાલુ રાખવાની કવાયત કરી રહી છે. મહારાષ્ટ્રના નાણા પ્રધાન સુધીર મુગંટીવારે આ જાહેરાત કરી છે. મુનગંટીવારે સંકેત આપ્યો છે કે એક-બે અઠવાડિયાની અંદર સરકારી વટહુકમ લાગુ કરી દેવામાં આવશે. Web […]

DANCE BARના નહીં આવે ‘અચ્છે દિન’, સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી સામે આવી રહ્યું છે RED SIGNAL !

Follow us on

સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ પણ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ડાન્સ બાર ચાલવા દેવા નથી માંગતી. સરકાર હવે વટહુકમ લાવીને ડાન્સ બાર પર લાગુ પ્રતિબંધ ચાલુ રાખવાની કવાયત કરી રહી છે.

મહારાષ્ટ્રના નાણા પ્રધાન સુધીર મુગંટીવારે આ જાહેરાત કરી છે. મુનગંટીવારે સંકેત આપ્યો છે કે એક-બે અઠવાડિયાની અંદર સરકારી વટહુકમ લાગુ કરી દેવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહારાષ્ટ્રના નાણા પ્રધાન સુધીર મુગંટીવાર

એક મીડિયા સાથેની વાતચીતમાં નાણા પ્રધાને કહ્યું કે સરકાર આ કાયદામાં ફેરફાર કરી શકે છે કે જેથી ડાન્સ બાર પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે. આ અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે અને સુપ્રીમ કોર્ટના આદેશની કૉપી વાંચ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ડાન્સ બાર ચાલુ રાખવાની શરતી મંજૂરી આપ્યા બાદ વિપક્ષે રાજ્ય સરકારને ઘેરવાનું શરુ કર્યું છે. વિપક્ષના કહેવા મુજબ ડાન્સ બાર વિરુદ્ધ રાજ્ય સરકાર કોર્ટમાં મજબૂત દલીલો ન આપી શકે.

આ પણ વાંચો : MPમાં હરેન પંડ્યા STYLEમાં ભાજપ નેતાની હત્યા, કૉંગ્રેસનું શાસન આવ્યા બાદ ભાજપ નેતાઓની હત્યાનો સિલસિલો, બે દિવસમાં બે ભાજપ નેતાઓનું ખૂન

વિપક્ષની ટીકાઓના પગલે એક તરફ તો રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારવાની તૈયારી કરી રહી છે અને બીજી તરફ વટહુકમ દ્વારા ડાન્સ બાર પર બૅન ચાલુ રાખવાની કવાયત તેણે હાથ ધરી છે.

આ પણ વાંચો : ગોતાની મુસાફરી કરતાં પણ સસ્તી છે GOAની આ ટૂર, બસ ચુકવો માત્ર આટલા રૂપિયા અને જોઈ નાખો આખું GOA

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સરકારે ડાન્સ બાર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. વર્ષ 2005માં તે વખતના ગૃહ પ્રધાન આર આર પાટીલે ડાન્સ બાર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ બાર માલિકોએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારથી આ મામલો મુંબઈ હાઈકોર્ટમાં ગયો હતો.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

દરમિયાન હાઈકોર્ટ તરફથી કેટલીક શરતો અને નિયમો લાગુ કરાયા બાદ ડાન્સ બાર માટે લાયસંસ આપવાની પ્રક્રિયા શરુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 2016માં ફડણવીસ સરકારે લાયસંસ આપવાનું બંધ કરી દિધું. તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો.

આ પણ વાંચો : 20 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે તો આજે GIRLFRIEND સાથે દલીલબાજીમાં ન ઉતરતાં અને આ રાશિના લોકોએ રવિવારની જયાફત માણતા પહેલા સો વાર વિચારવું

સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે જ મહારાષ્ટ્રમાં ડાન્સ બાર ચાલુ રાખવાને લીલી ઝંડી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે ઘણી શરતો અને ઘણા નિયમો સાથે ડાન્સ બાર ચાલુ કરવાનો ચુકાદો આપ્યો હતો.

[yop_poll id=697]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:31 am, Sun, 20 January 19

Next Article