Maharashtra : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,000 કેસ, મુંબઈમાં માત્ર 924 કેસ નોંધાયા

|

May 28, 2021 | 9:52 PM

Maharashtra :  મહારાષ્ટ્ર(Maharashtra )માં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોના(Corona)  વાયરસના 20,740 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં લાંબા સમય પછી કોરોનાના દૈનિક દર્દીઓની સંખ્યા હજારની નીચે પહોંચી ગઈ છે.

Maharashtra : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,000 કેસ, મુંબઈમાં માત્ર 924 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,000 કેસ નોંધાયા

Follow us on

Maharashtra :  મહારાષ્ટ્ર (Maharashtra )માં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોના(Corona)  વાયરસના 20,740 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં લાંબા સમય પછી કોરોનાના દૈનિક દર્દીઓની સંખ્યા હજારની નીચે પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં (Corona) ના  નવા કેસ સામે આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 5,692,920 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રોગચાળામાં 424 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,198 લોકોનાં મોત નીપજ્યાં છે.

મુંબઈમાં  ફક્ત 924 નવા કેસ નોંધાયા

છેલ્લા એક દિવસમાં રાજ્યમાં  31671 કોરોના દર્દીઓ સાજા થયા છે. તેની બાદ સાજા થયેલા દર્દીઓની  સંખ્યા વધીને કુલ  5,307,874 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,350,186 લોકોની કોરોના તપાસ થઈ છે. રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં ફક્ત 924 નવા કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 14,750 લોકોનાં મોત નીપજ્યાં છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

પ્રતિબંધોમાં રાહત આપવાની જાહેરાત

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે શુક્રવારે પુણેમાં આવશ્યક ચીજવસ્તુઓ વેચતી દુકાનોમાં કોરોના વાયરસના ચેપ ફેલાવાને રોકવા માટે લાગુ પ્રતિબંધોમાં રાહત આપવાની જાહેરાત કરી છે. અગાઉ પૂણેમાં લાગુ નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બિનજરૂરી ચીજોની દુકાનોને આખા અઠવાડિયા ખોલવા દેવામાં આવશે નહીં.

પુણેમાં ચેપના કેસમાં ઘટાડો થયો

આ સિવાય કરિયાણા, શાકભાજી, ફળો અને દૂધ વગેરે વેચવાની દુકાનો વીકએન્ડ દરમિયાન બંધ રાખવી પડશે. તેમણે પત્રકારોને કહ્યું, “પુણેમાં ચેપના કેસમાં ઘટાડો થયો હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમીક્ષા બેઠક દરમિયાન આજે સંમતિ થઈ કે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને શનિવાર અને રવિવારે છૂટ આપી શકાય.”

Published On - 9:46 pm, Fri, 28 May 21

Next Article