Maha Kumbh 2021: જાણો કુંભને લઇને રેલવેએ શું કરી ખાસ તૈયારીઓ ?

|

Feb 22, 2021 | 5:17 PM

Maha Kumbh 2021 ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, આ વર્ષે કોરોનાને કારણે કુંભનું આયોજન અલગ હશે. જુઓ કુંભને લઇને રેલવેની ખાસ વ્યવસ્થા.

Maha Kumbh 2021: જાણો કુંભને લઇને રેલવેએ શું કરી ખાસ તૈયારીઓ ?

Follow us on

Maha Kumbh 2021 ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, કુંભ (Maha Kumbh) ને આસ્થાના મહામેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે કોરોના સંક્રમણની વચ્ચે કુંભ મેળાનું આયોજન કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

કુંભના મેળામાં આવનાર શ્રદ્ધાળુંઓની સંખ્યાને જોઇને તેને દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન માનવામાં આવે છે. 2021 માં કોરોનાની પરિસ્થિતીને લઇને શ્રદ્ધાળુંઓની સંખ્યા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

દેશમાં પહેલા જેટલા પણ કુંભનું આયોજન થયુ છે ત્યારે ભારતીય રેલવે તરફથી કેટલીક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે. 2019 માં પ્રયાગરાજ કુંભ માટે રેલવેએ 93 સ્પેશિયલ ટ્રેન્સ ચલાવી હતી જોકે આ વર્ષે રેલવેએ જણાવ્યુ છે કે તેમના તરફથી બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે પરંતુ રેલવે હરિદ્વાર કુંભને લઇને કોઇ ખાસ ટ્રેન ચલાવવા નથી જઇ રહ્યુ, રેલવે વિભાગે વધુમાં જણાવ્યુ કે ઉત્તરાખંડ સરકાર તરફથી જો વિશેષ ટ્રેન ચલાવવાની માગ થશે તો જ તેને લઇને વિચાર કરવામાં આવશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોનાને ધ્યાનમાં લઇ ખાસ વ્યવસ્થા

હરિદ્વાર આવનાર દરેક શ્રદ્ધાળુંઓએ 72 કલાક પહેલા RT-PCR નેગેટિવ રિપોર્ટ સોથે લાવવો જરૂરી હશે નહીં તો રેલવે સ્ટેશન પર જ તેમનો ટેસ્ટ કરવામાં આવશે, સ્ટેશન પર મોટા પાયે થર્મલ સ્કેનર હશે. સેનીટાઇઝર વગેરેની સુવિધા પણ કરવામાં આવી છે. ભીડ વધવા પર યાત્રિઓ માટે 4 વેઇટિંગ ઇનક્લોઝર બનાવવામાં આવ્યા છે. ત્યાં જ ટિકીટ, રિઝર્વેશન અને પૂછતાછ કાઉંટર પણ બનાવવામાં આવ્યુ છે , પ્લેટફોર્મ નંબર 1,2,3,4,5 પર જવા માટે અલગ રસ્તો અને પ્લેટફોર્મ નંબર 6,7,8,9 પર જવા અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે.

આતંકવાદી પ્રવૃત્તિને રોકવા તૈયારીઓ

સુરક્ષાને લઇને હરિદ્વાર રેલવે સ્ટેશન પર પુરતુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ છે, સમગ્ર સ્ટેશન અને પ્લેટફોર્મ પર 100 થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. સાથે જ મોતીચૂર, રાયવાલા, યોગનગરી રૂષિકેશ, રૂષિકેશ, લક્શર, પથરી, એક્કડ, એથલ અને જ્વાલાપુર જેવા સ્ટેશનો પર પણ કેમેરા લગાડવામાં આવ્યા છે. સ્ટેશન પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાડવામાં આવ્યુ છે. જેમા આવનાર દરેક યાત્રીને ચેક કર્યા બાદ જ પ્રવેશ મળશે, લગેજ સ્કેનરથી યાત્રીઓના સામાનની પણ ચકાસણી કરવામાં આવશે, સાથે જ સ્ટેશન પરિસરમાં કોઇ પણ વાહન પાર્ક કરવા કે ઉભા રાખવા પર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. સાથે જ યાત્રિઓને ટ્રેનના સમયના 2 કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ રેલવેએ હાઇટેક સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલરૂમ પણ બનાવ્યો છે જેનાથી સમગ્ર સ્ટેશન પર થતી પ્રવૃત્તિ પર અધિકારીઓ નજર રાખી શકશે

Published On - 5:16 pm, Mon, 22 February 21

Next Article