માફિયા અતીક અહેમદના સુર બદલાયા, કહ્યુ-યોગી આદિત્યનાથ બહાદુર અને ઈમાનદાર મુખ્યમંત્રી
પ્રયાગરાજ BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. હવે અતીક ફરીથી 3 નવેમ્બરે કોર્ટમાં હાજર થશે.
ગુરુવારે માફિયા અતીક અહેમદનો (Atiq Ahmed) સૂર બદલાયેલો જોવા મળ્યો હતો. એક તરફ તેમની પત્ની સરકાર પર આરોપ લગાવતી રહે છે અને બીજી તરફ અતીક અહેમદ સીએમ યોગીના (CM Yogi ) વખાણ કરતા જોવા મળ્યા હતા. અતીકે યોગીને બહાદુર અને ઈમાનદાર ગણાવ્યા. ગુજરાતની જેલમાંથી લખનૌની સીબીઆઈ કોર્ટમાં આવેલા માફિયા અતીક અહેમદે મુખ્યમંત્રીના વખાણ કર્યા અને કહ્યું કે યોગી આદિત્યનાથ ખૂબ જ બહાદુર અને ઈમાનદાર છે. તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.
અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી ગઈકાલે રાત્રે લખનૌ લાવવામાં આવ્યો હતો. અતીક અને તેના ભાઈ અશરફ પર બીએસપી ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો આરોપ છે. ગુરુવારે તેને સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ વાનમાં બેઠેલા અતીકને મીડિયાકર્મીઓએ સવાલો પૂછ્યા તો તેણે સીએમ યોગીના વખાણ કરવા લાગ્યા.
#WATCH | “Yogi Adityanath is a brave, honest chief minister,” says gangster Atiq Ahmed brought to CBI court in Lucknow pic.twitter.com/vLx7gWu1Ty
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 20, 2022
અતીક અહેમદને ગુરુવારે લખનૌની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અતીક અહેમદ પોલીસ વેનમાંથી નીચે ઉતર્યો, હાથ મિલાવ્યો અને હસ્યો. તેમણે તેમના સમર્થકોને શુભેચ્છા પાઠવી હતી. મીડિયા સાથે વાત કરતા અતીકે કહ્યું કે યોગી આદિત્યનાથ ખૂબ જ બહાદુર અને ઈમાનદાર મુખ્યમંત્રી છે. ખૂબ મહેનત કરે છે.
રાજુ પાલ હત્યા કેસમાં આરોપો ઘડવામાં આવ્યા છે
મીડિયા અહેવાલો અનુસાર, પ્રયાગરાજ BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. હવે અતીક ફરીથી 3 નવેમ્બરે કોર્ટમાં હાજર થશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બુધવારે રાત્રે અતીક અહેમદને સાબરમતી જેલમાંથી લખનૌ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અતિક અહેમદને ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લખનૌ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.