Madras હાઇકોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ એસ.કર્ણનની જામીન અરજી ફગાવી

|

Feb 16, 2021 | 6:13 PM

Madras હાઇકોર્ટે આજે ભૂતપૂર્વ જસ્ટિસ એસ. કર્ણનની જામીન અરજી ફગાવી દીધી છે. તેમની પર મહિલા અને જજ પર વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે. આ વિડીયો ઓનલાઇન સરક્યુલેટ થયો હતો.

Madras હાઇકોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ એસ.કર્ણનની જામીન અરજી ફગાવી

Follow us on

Madras હાઇકોર્ટે આજે ભૂતપૂર્વ જસ્ટિસ એસ. કર્ણનની જામીન અરજી ફગાવી દીધી છે. તેમની પર મહિલા અને જજ પર વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે. આ વિડીયો ઓનલાઇન સરક્યુલેટ થયો હતો. જેમાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે પૂર્વ ન્યાયાધીશ દ્વારા મહિલાઓ, ન્યાયાધીશો, વકીલો અને કોર્ટના કર્મચારીઓ વિરુદ્ધ અશ્લીલ અને અપમાનજનક નિવેદનો કરવામાં આવે તેવી અપેક્ષા હોઇ શકે નહી.

આ ઉપરાંત Madras હાઇકોર્ટે  નોંધ્યું હતું કે ભૂતપૂર્વ જસ્ટિસ એસ. કર્ણને મેડિકલ તપાસ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમજ કોર્ટે કહ્યું કે પોલીસે જણાવ્યું કે કોરોનાની સારવાર બાદ તે સ્વસ્થ છે. તેમજ જો કોઇ વધારે મેડિકલ સારવારની જરૂર હોય તો તેમને આપવામાં આવશે. તેમજ અદાલતે તેમના મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.

ન્યાયાધીશ ભારતીદાસને નોંધ્યું હતું કે આ અંગે પૂરતા પુરાવા છે કે જસ્ટિસ કર્ણન પોતે સારી રીતે જાણતા હતા કે પોતે ખોટું કૃત્ય કરી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કોર્ટે નોંધ્યું છે કે વિડિઓ અને તેમની ટિપ્પણીનો ક્રમ જણાવી રહ્યો છે કે અરજદારે આવા બધા કૃત્યો જાણી જોઈને અને કાયદાની વિરુદ્ધ હતા છતાં કર્યા છે. તમામ વિડિઓમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અરજદાર સભાનપણે અને પૂર્વનિર્ધારિત રીતે આવી અપમાનજનક વાતો કરી રહ્યો છે. જ્યારે પણ અરજદારના વાંધાજનક કૃત્યને લોકો દ્વારા વખોડવામાં આવતા હતા ત્યારે તે ઝડપથી અભદ્ર ભાષામાં તેનો જવાબ આપતા હતા.

જામીન અરજીમાં ન્યાયાધીશ કર્ણને રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ છ મહિનાની જેલ ભોગવવાના લીધે તેઓ ગંભીર માનસિક હતાશા સહિત વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

ન્યાયમૂર્તિ કર્ણન મદ્રાસ અને કોલકત્તા હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે તેમને અવમાનના કેસમાં સજા આપી તે પૂર્વે તેમણે સુપ્રિમ કોર્ટના જજ વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા હતા. તેમને આ કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. તેમજ તે વર્ષ 2017 થી જેલમાંથી સજા કાપીને મુક્ત થયા છે.

 

 

Next Article