હોટલમાં દંગલ: ભોજન કરતા કરતા અચાનક શરૂ થઈ ગઈ મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Oct 30, 2019 | 6:05 AM

મધ્યપ્રદેશના ભોપાલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. તહેવાર ટાણે હોટલમાં ભોજન કરવા આવેલા કેટલાક લોકોને જમવાનુ બરાબર ન લાગતા તેમણે હોટલના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યોગ્ય ભોજન ન મળતા એક ગ્રાહક હોટલના રસોડામાં ઘુસી આવે છે અને હોટલના […]

હોટલમાં દંગલ: ભોજન કરતા કરતા અચાનક શરૂ થઈ ગઈ મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

મધ્યપ્રદેશના ભોપાલમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. તહેવાર ટાણે હોટલમાં ભોજન કરવા આવેલા કેટલાક લોકોને જમવાનુ બરાબર ન લાગતા તેમણે હોટલના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યોગ્ય ભોજન ન મળતા એક ગ્રાહક હોટલના રસોડામાં ઘુસી આવે છે અને હોટલના કર્મચારી સાથે માથાકૂટ કરે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બસ એટલી જ વારમાં અન્ય એક વ્યક્તિ પણ અંદર રસોમાં ધસી આવે છે અને કાંઈ પણ બોલ્યા-ચાલ્યા વિના મારામારી શરૂ કરી દે છે. તે આવીને સીધો હોટલના કર્મચારીને મારવા જ લાગે છે. આ દરમિયાન તેના અન્ય મિત્ર હોટલના સ્ટાફ પર ગરમ શાક ફેંકીને હુમલો કરે છે. આ મારપીટ તો માત્ર શરૂઆત હતી પરંતુ થોડી જ ક્ષણોમાં મામલો એટલો ઉગ્ર બની જાય છે કે, ભોજન કરવા આવેલા મિત્રોનું આખુ જૂથ રસોડાની અંદર મારામારી કરવા લાગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સામાપક્ષે હોટલના રસોઈયા સહિતનો સ્ટાફ પણ સામે બાથ ભીડી લે છે. મારપીટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. હાલ તો આ સમગ્ર મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમા હોટલ દ્વારા ગ્રાહકો પર દારૂના નશામાં મારામારી કરવાનો આક્ષેપ કરાયો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article