અબુ ધાબીમાં પહોચ્યો લુલુ મોલ નમાઝ વિવાદ, તપાસ માટે લખનૌ આવી પહોંચી અબુધાબીથી ટીમ

|

Jul 22, 2022 | 7:28 AM

ઉતર પ્રદેશના લખનૌ સ્થિત લુલુ મોલમાં નમાઝને લઈને સર્જાયેલા વિવાદની તપાસ માટે એક ટીમ અબુધાબીથી લખનૌ આવી પહોંચી છે. આ ટીમ વિગતવાર તપાસ રિપોર્ટ તૈયાર કરીને અબુ ધાબી ખાતે મોલના માલિક અને સંચાલકોને મોકલશે.

અબુ ધાબીમાં પહોચ્યો લુલુ મોલ નમાઝ વિવાદ, તપાસ માટે લખનૌ આવી પહોંચી અબુધાબીથી ટીમ
Lulu Mall, Lucknow (Symbolic Image)

Follow us on

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત લુલુ મોલમાં (Lulu Mall) નમાઝ પઢવાને લઈને વિવાદનો મામલો અબુધાબી (Abu Dhabi) સુધી પહોંચ્યો છે. અબુ ધાબી સ્થિત મોલના સંચાલકની એક ટીમ લુલુ મોલ લખનૌ આવી પહોંચી છે. અબુ ધાબીથી આવેલી આ ખાસ ટીમ સમગ્ર મામલાની તપાસ કરીને રિપોર્ટ મોલના સંચાલકોને મોકલશે. અત્રે ઉલ્લેખનીય છે કે લુલુ મોલમાં નમાઝનો (Lulu Mall namaz controversy) મામલો દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો, જેના કારણે અબુ ધાબીથી ખાસ એક ટીમ તપાસ માટે લખનૌ આવી પહોચી છે. મળતી માહિતી મુજબ, લુલુ મોલમાં નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા પણ લુલુ મોલમાં સતત હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ મામલામાં લુલુ પ્રશાસન દ્વારા ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ લખનૌ પોલીસે નમાઝ વિવાદમાં ચાર લોકોની ધરપકડ કરી હતી.

લુલુ મોલ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે. જો કે, આ સમગ્ર મામલે અબુધાબીમાં બેઠેલા લુલુ મોલના માલિક અને મોલ સંચાલક દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. આખા વિવાદમાં, કેવી રીતે લુલુ મોલમાં પહેલા નમાઝનો વીડિયો વાઈરલ થયો અને તે પછી મામલો ગરમાયો, આ તમામ તથ્યોની તપાસ કર્યા પછી, આ વિશેષ ટીમ તપાસ અહેવાલ અબુ ધાબી મોકલશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લુલુ મોલ પ્રશાસનના જણાવ્યા અનુસાર પોલીસ તપાસ ચાલુ છે. જો કે, નમાઝ અદા કરવાની બાબત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જ્યારે, લુલુ મોલ પ્રશાસને અહેવાલ તૈયાર કરવા માટે અધિકારીઓને સમગ્ર મોલના સીસીટીવી સહિત સમગ્ર મોલની વીડિયોગ્રાફી કરવાની સુચના આપી છે. તેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને અબુધાબી મોકલવામાં આવશે.

Next Article