LokSabha Elections 2024 : ચૂંટણી દરમિયાન ગેરરીતિની ફરિયાદ છે તો ક્યાં અને કેવી રીતે કરશો જાણો

|

May 06, 2024 | 11:25 AM

ચૂંટણી દરમિયાન ગેરરીતિની ફરિયાદ દાખલ કરવી છે તો ક્યાં અને કેવી રીતે કરશો તે જાણો. આ પ્રકિયા દ્વારા તમે માત્ર ઘરે બેઠા સરળતાથી તમારી ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોચાડી શકો છો. તો ચાલો જાણી લો કઈ રીતે તમારી ફરિયાદ ચૂંટણીને પંચને પહોંચાડશો.

LokSabha Elections 2024 : ચૂંટણી દરમિયાન ગેરરીતિની ફરિયાદ છે તો ક્યાં અને કેવી રીતે કરશો જાણો

Follow us on

હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે અને ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ યોજાશે તો પાંચમાં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે, છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ યોજાશે સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે 4મી જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં 7મેના રોજ મતદાન યોજાશે.

ઘર બેઠા કઈ રીતે ફરિયાદ કરી શકો

ચૂંટણી દરમિયાન, જો કોઈ રાજકીય પક્ષ અથવા નેતા નિયમો વિરુદ્ધ કામ કરે છે, જેમ કે મતદારોને મતદાન માટે લલચાવવા આવે તો તમે ફરિયાદ કેવી રીતે કરી શકો છો. તો ચાલો આજે આપણ જાણીએ તમે ઘર બેઠા કઈ રીતે ફરિયાદ કરી શકો છો. તો તમારે ફરિયાદ દાખલ કરવા માટે સૌથી પહેલા voters.eci.gov.in નામની વેબ સાઈટ પર જાઓ. ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન કમ્પલેટના ઓપ્શન પર કિલ્ક કરો, હવે એક નવું પેજ ખુલશે. જેમાં રજીસ્ટર મોબાઈલ નંબર,ઈમેલ આઈડી કે પછી EPIC NO નાંખી પાસવર્ડ નાંખવાનો રહેશે.

ફરિયાદ છે તે સીધી ચૂંટણી પંચ સુધી પહોંચી જશે

આ સમગ્ર પ્રકિયા કર્યા બાદ એક ફોર્મ ખુલશે. જેમાં સૌથી પહેલા તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ નંબર તેમજ ક્યું સ્થળ છે. તાલુકો જિલ્લો સહિત આ આખું ફોર્મ તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ નીચે આપેલા ફરિયાદ બોકસમાં તમારી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ સબમિટનો ઓપ્શન ક્લિક કરો બસ હવે તમારી જે પણ ફરિયાદ છે તે સીધી ચૂંટણી પંચ સુધી પહોંચી જશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચો : LokSabha Elections 2024 : રાહુલ દ્રવિડ હાફ પેન્ટ અને ટી-શર્ટમાં મત આપવા માટે લાઈનમાં ઉભો, વીડિયો વાયરલ થયો

રાષ્ટ્રીય સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 4:57 pm, Fri, 26 April 24

Next Article