Loksabha Election : ભાજપે જાહેર કર્યુ વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતુ એક Video કેમ્પેઇન, હસવા સાથે વિચારમાં પડી જશો

|

Mar 27, 2024 | 1:10 PM

સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા શરુ કરાયેલા કેમ્પેઇનનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષના દળોના નેતાઓને પણ પ્રતિકાત્મક રીતે લેવામાં આવ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. આ વીડિયો કોઇને પણ હસવા મજબૂર કરી દે તેવો છે.

Loksabha Election : ભાજપે જાહેર કર્યુ વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતુ એક Video કેમ્પેઇન, હસવા સાથે વિચારમાં પડી જશો

Follow us on

લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવાની છે.વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તો કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જો કે દરેક પક્ષ પ્રચાર પ્રસારના કામમાં લાગી ગયુ છે. તેમાં પણ ભાજપે પ્રચાર માટે એક એક વીડિયો કેમ્પેઇન શરુ કર્યુ છે. જો જોઇને તમને હસુ પણ આવશે અને વિચારમાં પણ પડી જશો.

સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા શરુ કરાયેલા કેમ્પેઇનનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષના દળોના નેતાઓને પણ પ્રતિકાત્મક રીતે લેવામાં આવ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. આ વીડિયો કોઇને પણ હસવા મજબૂર કરી દે તેવો છે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

વીડિયોમાં વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ

વીડિયોમાં જોવા મળે છે કે લગ્ન જીવન માટે સાથીની પસંદગી કરવા માટે યુવક અને યુવતી મળે છે. જો કે યુવક તેની સાથે તેના બિઝનેસ પાર્ટનર્સ એટલે કે INDIA ગઠબંધનમાં સામેલ દળોને લઇને આવે છે અને બધાનો પરિચય કરાવે છે. બાદમાં વાતચીત દરમિયાન જ તેઓ અંદરો અંદર વરરાજાની એટલે કે વડાપ્રધાન પદ માટેના ઉમેદવારની પસંદગીની ચર્ચા કરતા જ એકબીજા જોડે લડવા લાગે છે.


બાદમાં કટાક્ષ પૂર્વક વીડિયોમાં જણાવવામાં આવે છે કે જે વરરાજા કોણ બનશે તેની પસંદગી નથી કરી શકતા તો પ્રધાનમંત્રી કોણ બનશે તેની પસંદગી કેવી રીતે થશે ?

ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટલ ઇન્ક્લુસિવ ઍલાયન્સ

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કૉંગ્રેસ સહિતના વિપક્ષે ‘ભાજપ અને નરેન્દ્ર મોદી’ને પડકારવા માટે વિપક્ષનાં દળોના ગઠબંધન – ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટલ ઇન્ક્લુસિવ ઍલાયન્સ એટલે કે INDIAની જાહેરાત કરી હતી.INDIAમાં 26 વિપક્ષી દળો ગઠબંધનમાં સામેલ છે. આમાં કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકી, આપ, JDU, આરજેડી, જેએમએમ, એનસીપી (શરદ પવાર), શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી, નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, સીપીએમ, સીપીઆઇ, આરએલડી, એમડીએમકે, કોંગુનાડુ મક્કલ દેસિયા કાચ્છી (KMDK), વીસીકે, આરએસપી, સીપીઆઇ-એમએલ (લિબરેશન), ફૉરવર્ડ બ્લૉક, આઇયુએમએલ, કેરાલા કૉંગ્રેસ (જોસેફ), કેરાલા કૉંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાદી) અને મનીથનેયા મક્કલ કાચ્છી (એમએમકે) સામેલ છે.

Next Article