Gujarati NewsNationalLoksabha election 2019 kheduto mate kusum yojana no madse labh kheduto mate rahat
મોદી સરકારે ખેડૂતોને આપી વધુ એક મોટી ભેટ, ‘કુસુમ’ યોજનાને મળી ગઈ મંજૂરી, કોને અને કેવી રીતે મળશે લાભ
ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કુસુમ યોજનાને લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે સોલર પંપ આપવામાં આવશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના બજેટ 2018-19માં કરવામાં આવી હતી. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કુસુમ યોજનાની જાહેરાત કરી હતી. મોદી સરકારે ‘કિસાન ઊર્જા સુરક્ષા […]
ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કુસુમ યોજનાને લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે સોલર પંપ આપવામાં આવશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના બજેટ 2018-19માં કરવામાં આવી હતી. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કુસુમ યોજનાની જાહેરાત કરી હતી. મોદી સરકારે ‘કિસાન ઊર્જા સુરક્ષા અને ઊત્થાન મહાઅભિયાન'(KUSUM)યોજના વિજળીની મુશ્કેલી સહન કરી રહેલા વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર
આ યોજના માટે કેન્દ્ર સરકાર 34,422 કરોડ રૂપિયા પ્રદાન કરશે. આ યોજનાનો ઉદ્દેશ 2022 સુધી 25.75 ગીગાવોટ સૌર ઊર્જા અને ખેડૂતોને નાણાંકીય અને પાણીની સુરક્ષા આપવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કર્યો છે. સૌર કૃષિ પંપોથી એક વર્ષમાં 1.2 અરબ લીટર ડીઝલની બચત થશે. તેનાથી ક્રૂડ ઓઈલની આયાતમાં થતાં ખર્ચમાં પણ ઘટાડો થશે. આ યોજનાથી 6.31 લાખ લોકોને રોજગારી મળવાની શકયતાઓ છે.
ભારતમાં ખેડૂતોને સિંચાઈ માટે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વધારે કે ઓછો વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. કેન્દ્ર સરકારની કુસુમ યોજના દ્વારા ખેડૂતોને તેમની જમીનમાં સૌર ઊર્જાના સાધન અને પંપ લગાવીને તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકે છે. કુસુમ યોજનાની મદદથી ખેડૂત તેની જમીન પર સોલર પેનલ લગાવીને તેનાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂતની જમીન પર ઉત્પન્ન થતી વીજળીથી આજુબાજુના ગામોમાં વીજળીનો પૂરવઠો શરૂ કરી શકાય છે.