લોકસભા સ્પીકરનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવી સાંસદોને મોકલાયા મેસેજ, ઓમ બિરલાએ ટ્વિટ કરીને આપી ચેતવણી

|

May 04, 2022 | 11:36 PM

લોકસભા સ્પીકર ઓમ બિરલાના (Om Birla) કાર્યાલયે બુધવારે કહ્યું કે, તેમના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી છે.

લોકસભા સ્પીકરનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવી સાંસદોને મોકલાયા મેસેજ, ઓમ બિરલાએ ટ્વિટ કરીને આપી ચેતવણી
Lok Sabha Speaker Om Birla

Follow us on

લોકસભા સ્પીકર (Lok Sabha Speaker) ઓમ બિરલાના (Om Birla) કાર્યાલયે બુધવારે કહ્યું કે, તેમના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ (Fake WhatsApp Account) બનાવવામાં આવ્યું છે અને સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી છે. લોકસભા સ્પીકરે ટ્વીટ કર્યું કે, કેટલાક બદમાશોએ પ્રોફાઈલ ફોટો સાથે મારા નામે નકલી (વોટ્સએપ) એકાઉન્ટ બનાવ્યું છે અને 7862092008, 9480918183 9439073870 નંબર પરથી સાંસદો અને અન્ય લોકોને મેસેજ મોકલી રહ્યા છે. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. મહેરબાની કરીને આ અને અન્ય નંબરો પરથી આવતા કોલ/સંદેશાઓને અવગણો અને મારી ઓફિસને જાણ કરો.

ઓડિશા પોલીસે રાજ્યમાં ત્રણ લોકોની સાયબર ગુનેગારો સાથે કથિત જોડાણ માટે ધરપકડ કરી છે જેમણે લોકસભા અધ્યક્ષનું નકલી WhatsApp એકાઉન્ટ બનાવ્યું હતું. ઘટનાની જાણકારી ધરાવતા સંસદીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેયએ ગેંગને પહેલાથી અસ્તિત્વમાં રહેલા સિમ કાર્ડ વેચ્યા હતા અને ઓમ બિરલાના જાહેરમાં ઉપલબ્ધ ચિત્રનો ઉપયોગ કરીને નકલી WhatsApp એકાઉન્ટ બનાવ્યું હતું.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

લોકસભા સ્પીકર ઓમ બિરલાના નામે બનાવટી વોટ્સએપ એકાઉન્ટ બનાવાયું

તે જ સમયે, દિલ્હી પોલીસે તાજેતરમાં ઓડિશા ક્રાઈમ બ્રાન્ચને તે ફોન નંબર વિશે ચેતવણી આપી હતી જેનાથી બિરલાના નામ પર નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. ગુનેગારો લોકસભાની વેબસાઈટ પરથી અનેક સાંસદોના મોબાઈલ નંબર મેળવવામાં સફળ થયા અને તેમને ઓમ બિરલાના નકલી વોટ્સએપ એકાઉન્ટમાંથી પૈસાની માંગણી કરતા મેસેજ મોકલ્યા. જો કે, કોઈ સાંસદ તેની યુક્તિનો ભોગ બન્યા કે કેમ તે પોલીસે જાહેર કર્યું નથી.

ગયા મહિને જ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના રૂપમાં એક વ્યક્તિએ VIP સહિત લોકોને આર્થિક મદદ માંગતો સંદેશ મોકલ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસે ગૃહ મંત્રાલયને આ અંગે એલર્ટ કર્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં, ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે લોકોને ચેતવણી આપી કે આ વ્યક્તિ મોબાઈલ નંબર 9439073183 પરથી વોટ્સએપ મેસેજ મોકલી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એવી આશંકા છે કે આવા નકલી સંદેશાઓ વધુ સંખ્યામાંથી આવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા વોટ્સએપ મેસેજ ઘણા VIP ને મોકલવામાં આવ્યા છે.

(ઇનપુટ ભાષા સાથે)

Next Article