Gujarati NewsNationalLok Sabha Election 2024 Voting and Result date and full schedule in Gujarati
Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, 4 જૂનના રોજ આવશે પરિણામ
દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત ઈલેક્શન કમીશન દ્વારા કરવામાં આવી છે, દેશમાં 543 બેઠકો માટે મતદાન કરવામાં આવશે, સાથે દેશના અનેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે.
Follow us on
1.82 કરોડ યુવાનો પહેલીવાર ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરશે. 97 કરોડ લોકો આ મતદાનના પર્વમાં ભાગ લેશે. 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 85 લાખ મહિલા મતદારો પ્રથમવાર પોતાના મતનો ઉપયોગ કરશે. 12 રાજ્યોમાં પુરૂષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે.
દરેક મતદાન મથક પર પ્રાથમિક સુવીધાઓ ઉપલબ્ધ હશે. 85 વર્ષથી ઉપરના લોકોના ઘરે જઈને મતદાન લેવાનો પ્રયાસ કરવામાં આવશે. 49.72 કરોડ પુરુષ મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. 16 જૂને લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે.
પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રીલના રોજ થશે
26 એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન થશે
7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે.
ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ યોજાશે
પાંચમાં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે
છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ યોજાશે
સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે
4મી જૂનના રોજ દરેક તબક્કાની મતગણતરી યોજાશ
ચૂંટણી પંચની મહત્વની બાબતો
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
ઓડિશામાં 20મી મેના રોજ ચૂંટણી યોજાશે
લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે
લોકસભાના પરિણામ 4 જૂને આવશે
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર ચૂંટણી યોજાશે
બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 લોકસભા બેઠકો
ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 લોકસભા બેઠકો
પાંચમા તબક્કામાં 20 મે, 49 લોકસભા બેઠકો
મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાશે
દિલ્હી, ગોવા અને ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે
ચાર પડકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે
ચૂંટણી પંચે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં આ પ્રથમ વખત બનશે કે અમે 85 વર્ષથી વધુ વયના મતદારોને ફોર્મ મોકલીશું. જો આવા વૃદ્ધ મતદારો કહે કે તેઓ બૂથ સુધી પહોંચી શકશે નહીં, તો અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને તેમના મત લેશે. તેમણે કહ્યું કે અમે બરફથી લઈ જંગલ સુધી વોટ લેવા જઈશું અને દરેક મત મેળવીશું. તેમણે કહ્યું કે દરેક ચૂંટણીમાં ચાર પ્રકારના પડકારો ઉભા થાય છે – મસલ પાવર, મની પાવર, ખોટી માહિતી અને ઉલ્લંઘન. મસલ પાવરને કંટ્રોલ કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન પર કડક નજર રાખવામાં આવશે. દરેક એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવશે.