Lok Sabha Election 2024 : પ્રથમ તબક્કાની ચૂંટણી સંપન્ન, સરેરાશ 59 ટકા મતદાન, જાણો કયા રાજ્યમાં કેટલું થયું મતદાન

|

Apr 19, 2024 | 7:40 PM

લોકસભા ચૂંટણીના સાત તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. 21 રાજ્યોની 102 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું. આજના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 1600 થી વધુ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા.

Lok Sabha Election 2024 : પ્રથમ તબક્કાની ચૂંટણી સંપન્ન, સરેરાશ 59 ટકા મતદાન, જાણો કયા રાજ્યમાં કેટલું થયું મતદાન

Follow us on

લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી આજે હાથ ધરાયેલ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાની 102 બેઠક માટેની ચૂંટણીમાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા, જેમનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થયું છે. આજે થયેલા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થવા પામ્યું છે. જ્યારે બિહારમાં 46.32 ટકા મતદાન સાથે સૌથી ઓછુ થયું છે.

લોકસભા ચૂંટણીના સાત તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. 21 રાજ્યોની 102 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું. આજના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 1600 થી વધુ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા. જેમાં નવ કેન્દ્રીય પ્રધાન, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનો પણ સમાવેશ થાય છે. ઈવીએમ સીલ થવાની સાથે જ ઉમેદવારોનુ ભાગ્ય પણ આગામી 4 જૂન સુધી સીલ થવા પામ્યું છે. ​​

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
રાજ્ય સરેરાશ મતદાન ( ટકામાં)
પશ્ચિમ બંગાળ 77.57
ત્રિપુરા 76.10
આસામ 70.77
પુડુચેરી 72.84
મેઘાલય 69.91
સિક્કિમ 68.06
મણિપુર 67.66
જમ્મુ કાશ્મીર 65.08
છત્તીસગઢ 63.41
અરુણાચલ પ્રદેશ 63.27
મધ્ય પ્રદેશ 63.25
તમિલનાડુ 62.02
લક્ષદ્વીપ 59.02
ઉત્તરાખંડ 57.54
આંદામાન નિકોબાર 56.87
નાગાલેન્ડ 55.79
મહારાષ્ટ્ર 54.85
ઉત્તર પ્રદેશ 53.56
મિઝોર 52.73
રાજસ્થાન 50.27
બિહાર 46.32

Published On - 7:26 pm, Fri, 19 April 24

Next Article