આજે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પ્રચારનો સૌથી મોટો કાર્યક્રમ કરશે શરૂ, દેશના 500 શહેરો પર થશે ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ

આજે લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે. આજે સાંજે 5 વાગે તેઓ તમામ લોકસભા વિસ્તારોમાં એક સાથે મેં ભી ચોકીદાર અભિયાનનો આરંભ થશે. જેના માટે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓમાં યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરબીએસ કોલેજ ખનદારી આગ્રાથી […]

આજે વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પ્રચારનો સૌથી મોટો કાર્યક્રમ કરશે શરૂ, દેશના 500 શહેરો પર થશે 'મેં ભી ચોકીદાર' અભિયાન શરૂ
Follow Us:
| Updated on: Mar 31, 2019 | 4:33 AM

આજે લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીનો સૌથી મોટો ટાઉનહોલ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના 500 સ્થળોથી જનતા સાથે સીધો સંવાદ કરશે. આજે સાંજે 5 વાગે તેઓ તમામ લોકસભા વિસ્તારોમાં એક સાથે મેં ભી ચોકીદાર અભિયાનનો આરંભ થશે.

જેના માટે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓમાં યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરબીએસ કોલેજ ખનદારી આગ્રાથી આ અભિયાન સાથે જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે ઝાંસીથી આ કાર્યક્રમમાં ભાગ લેશે. ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કરશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અમિત શાહ પહોંચશે બાગપત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. બપોરે 1 વાગે ગાંધી સ્મારક ઈન્ટર કોલેજમાં સભાને સંબોધન કરશે. ભાજપ ઉમેદવાર ડો.સત્યપાલ સિંહના સમર્થનમાં સભા સંબોધિત કરશે.

જયાપ્રદા રામપુરમાં ‘મેં ભી ચોકીદાર’ બનશે

ભાજપના ઉમેદવાર જયા પ્રદા રવિવારે રામપુરમાં આવશે. ભાજપના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેમનો રોડ શો થશે. સાંજે જયા પ્રદા ભાજપના ‘મેં ભી ચોકીદાર’ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પણ વાંચો : અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

કોંગ્રેસના રાફેલના મોદી સરકારને ઘેરવા માટે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા છે. રાહુલ ગાંધી તમામ સભામાં ભાજપને ઘેરતાં રહે છે. જેના પર ટાર્ગેટ કરવા માટે ચોકીદારના નારા પર જ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે. ચોકીદાર શબ્દનો પ્રયોગ કરી પીએમ મોદીએ કોંગ્રેસને જ ઘેરવા પ્રયત્ન કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">