UP Lockdown Extended : ઉત્તર પ્રદેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ, માત્ર જરૂરી સેવા જ કાર્યરત રહેશે

|

May 22, 2021 | 9:36 PM

ઉત્તર પ્રદેશમાં આશિંક લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં યુપીમાં 31 મી મે સવારે 7 વાગ્યા સુધી આંશિક લોકડાઉન અમલમાં રહેશે. આ દરમ્યાન રસીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, મેડિકલ સંબંધિત કામ અને અન્ય જરૂરી, ફરજિયાત સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

UP Lockdown Extended : ઉત્તર પ્રદેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ, માત્ર જરૂરી સેવા જ કાર્યરત રહેશે
ઉત્તર પ્રદેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ

Follow us on

Uttar Pradesh માં આશિંક લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં યુપીમાં 31 મી મે સવારે 7 વાગ્યા સુધી આંશિક લોકડાઉન અમલમાં રહેશે. આ દરમ્યાન રસીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, મેડિકલ સંબંધિત કામ અને અન્ય જરૂરી તથા ફરજિયાત સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

Uttar Pradesh ના ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના લોકોના જીવન અને જીવનનિર્વાહની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ ભાવનાથી જ અમે કોરોનાની આ બીજી લહેરમાં આંશિક કોરોના કર્ફ્યુ નીતિ અપનાવી છે. રાજ્ય વ્યાપી આંશિક કોરોના કરફ્યુના સકારાત્મક પરિણામો મળ્યા છે. તે કોરોના ચેપની સાંકળ તોડવામાં મદદ કરે છે.

રાજ્યના લોકોનો પણ ઘણો સહયોગ મળી રહ્યો છે. સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે 31 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી આંશિક કોરોના કરફ્યુમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોનાના  કેસમાં રાહત

Uttar Pradesh માં શનિવારે કોરોના વાયરસથી વધુ 226 દર્દીઓનાં મૃત્યુ થયા હતા તેમજ કોરોનાના 6,046 નવા કેસ નોંધાયા છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અમિત મોહન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે ચેપના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 24 એપ્રિલના રોજ રાજ્યમાં સૌથી વધુ 38,055 કેસ નોંધાયા છે અને તેની તુલનામાં આજે ફક્ત 6,046 કેસ આવ્યા છે. જે 84.02 ટકા ઓછા છે.

સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો

પ્રસાદે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 17,540 કોરોનાના દર્દીઓ સાજા થયા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 15,51,716 દર્દીઓ ચેપ મુક્ત થયા છે. તેમણે દાવો કર્યો હતો કે કોરોના ચેપથી સાજા થતા દર્દીઓની ટકાવારી હવે વધીને 93.02 ટકા થઈ ગઈ છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 22 દિવસમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાજ્યમાં હાલમાં 94,482 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જે 30 એપ્રિલ સુધીમાં 3,10,783 સક્રિય કેસની તુલનામાં 69.06 ટકા ઓછા છે.

ત્રણ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા

યુપીના અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યએ કોરોના સેમ્પલની તપાસ અંગે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને શુક્રવારે ઉત્તર પ્રદેશ છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ ટેસ્ટ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. પ્રસાદના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 64 કરોડથી વધુ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

Published On - 9:31 pm, Sat, 22 May 21

Next Article