Lockdown in UP : સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક ન પહેરવાનો દંડ પણ વધારાયો

|

Apr 16, 2021 | 5:05 PM

Lockdown in UP : રવિવારે ઉત્તરપ્રદેશના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.

Lockdown in UP : સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક ન પહેરવાનો દંડ પણ વધારાયો
FILE PHOTO : CM YOGI ADITYANATH

Follow us on

Lockdown in UP : ઉત્તરપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહી દરરોજ નવા કેસો, મૃત્યુઆંક અને એક્ટીવ કેસો નવી સપાટીએ પહોચી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના અધિકારીઓ સાથે થયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CMની રાજ્યના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોવિડ મેનેજમેન્ટ અંગે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા કેલેક્ટર્સ, CMO અને ટીમ-11 ના સભ્યો સાથેની સમીક્ષા બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે લખનૌમાં નવી 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે. સંરક્ષણ એક્સ્પોનું સ્થળ આ માટે વધુ સારું સ્થાન હોઈ શકે છે. આ અંગે જરૂરી પગલા તાકીદે લેવા મુખ્યપ્રધાને નિર્દેશ કર્યા હતા. સરકારી અને ખાનગી પ્રયોગશાળાઓએ COVID પરીક્ષણ માટેની સંપૂર્ણ સંભાવના સાથે કાર્ય કરવું જોઈએ. આ કાર્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. સરકારી કક્ષાએ પણ કોવિડ ટેસ્ટ માટે દરો નક્કી કરવામાં આવ્યા છે. આ સમીક્ષા બેઠકમાં રવિવારે લોકડાઉન (Lockdown in UP) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન
ઉત્તરપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવારે લોકડાઉન (Lockdown in UP)લાગુ કરવામાં આવશે.અને માસ્ક નહીં પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે રવિવારે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. જરૂરી સેવાઓ સિવાય તમામ સેવાઓ, કચેરીઓ બંધ રહેશે. તેમણે માહિતી આપી હતી કે આ દિવસે તમામ જિલ્લાના બજારોમાં સ્વચ્છતા અભિયાન મોટા પાયે ચાલશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

માસ્ક ન લગાવવા બદલ રૂ.1000નો દંડ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં દરેક માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક વિના પકડાય તો પહેલા 1000 નો દંડ ફટકારવો. જો બીજી વાર માસ્ક વિના પકડાય તો દસ ગણો વધુ દંડ વસુલ કરવામાં આવશે. જોઈએ. તેમણે કહ્યું કે કાનપુર, પ્રયાગરાજ, વારાણસી જેવા વધારે સંક્રમણ વાળા તમામ 10 જિલ્લામાં વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે.

ઉત્તરપ્રદેશમાં 27426 નવા કેસ, 103ના મૃત્યુ
ઉત્તરપ્રદેશમાં 16 એપ્રિલને શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27426 નવા કેસ નોંધાયા, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે 103 લોકોના મૃત્યુ થયા. લખનૌમાં 6598 નવા કેસ છે. રાજ્યમાં એપ્રિલ મહિનામાં દરરોજ આશરે 44 લોકોનું કોરોના સંક્રમણથી કરૂણ મૃત્યુ થઇ રહ્યા છે, આમાંથી સૌથી વધુ લખનૌમાં 13 લોકોના મૃત્યુ થાય છે.

Published On - 5:05 pm, Fri, 16 April 21

Next Article