આતંકવાદીઓ સાથેનું જોડાણ ભારે પડ્યુ, બિટ્ટાની પત્ની, સલાહુદ્દીનના પુત્ર સહિત 4ને નોકરીમાંથી કાઢી મૂકાયા

|

Aug 13, 2022 | 12:51 PM

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)સરકારે આતંકવાદી બિટ્ટા કરાટેની (Terrorist Bitta Karate) પત્ની સહિત ચાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેયને આતંકવાદી સંબંધોના કારણે સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

આતંકવાદીઓ સાથેનું જોડાણ ભારે પડ્યુ, બિટ્ટાની પત્ની, સલાહુદ્દીનના પુત્ર સહિત 4ને નોકરીમાંથી કાઢી મૂકાયા
Four government employees including wife of terrorist Bitta Karate suspended in Jammu and Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીર(Jammu kashmir) સરકારે આતંકવાદી બિટ્ટા કરાટે (Terrorist Bitta Karate)ની પત્ની સહિત ચાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. પાકિસ્તાનના હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનનો પુત્ર સૈયદ અબ્દુલ મુઈદ પણ જમ્મુ-કાશ્મીરમાં બરતરફ કરાયેલા ચાર કર્મચારીઓમાં સામેલ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ચારેયને આતંકવાદી સંબંધો(Terrorist Activity)ના કારણે સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બિટ્ટા કરાટે એ આતંકવાદી છે જેણે પોતે કબૂલાત કરી હતી કે તે કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો.

કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ 1990માં શરૂ થઈ હતી

જાન્યુઆરી 1990માં તત્કાલિન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મુહમ્મદ સઈદની પુત્રી રુબૈયાના અપહરણ પછી તરત જ કાશ્મીરી પંડિતોની લક્ષ્યાંકિત હત્યા પદ્ધતિસર શરૂ થઈ હતી, જે ખતરનાક આતંકવાદીઓની મુક્તિ સાથે સમાપ્ત થઈ હતી. અહીં બિટ્ટા કરાટેએ હત્યાકાંડનું નેતૃત્વ કર્યું અને જૂન 1990માં તેમની ધરપકડ સુધી જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા.

1991માં તેણે પોતે આતંકવાદી હોવાની કબૂલાત કરી હતી

કસ્ટડીમાં જ તેણે 1991માં ઈન્ટરવ્યુ આપ્યો હતો. લગભગ 31 વર્ષ પહેલા બિટ્ટા કરાટેએ કહ્યું હતું કે તે આતંકવાદી બની ગયો હતો કારણ કે તેને સ્થાનિક પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવતો હતો. આ પછી તે આ ભારતીય રાજ્યનો ‘દુશ્મન’ બની ગયો. ત્યારબાદ બિટ્ટા કરાટેએ કહ્યું કે જેકેએલએફના ટોચના કમાન્ડર અશફાક મજીદ વાનીએ આ આદેશ આપ્યો હતો. વાની એ જ વ્યક્તિ હતો જે બિટ્ટા કરાટે અને અન્ય લોકોને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન લઈ ગયો હતો. બાદમાં તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

Published On - 12:51 pm, Sat, 13 August 22

Next Article