વાંચવા જેવું : ચાર વર્ષ પછી શું કરશે અગ્નિવીરો ? સરકારે આપ્યા તમામ સવાલોના જવાબ

|

Jun 20, 2022 | 9:44 AM

સરકાર (Government )દ્વારા આ યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીર માટે કેટલી તકો રહેલી છે તેની માહિતી બહાર પાડવામાં આવી છે.

વાંચવા જેવું : ચાર વર્ષ પછી શું કરશે અગ્નિવીરો ? સરકારે આપ્યા તમામ સવાલોના જવાબ
Like to read: What will AgneeVeer do after four years?(File Image )

Follow us on

કેન્દ્ર સરકારની અગ્નિવીર(AgneeVeer ) યોજનાનો જે રીતે વિરોધ સામે આવી રહ્યો છે તે જોતા આ યોજના(Scheme ) સરકાર માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે તેવું લાગી રહ્યું છે. જોકે સરકાર(Government ) દ્વારા આ યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીર માટે કેટલી તકો રહેલી છે તેની માહિતી બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles) માં ભરતીની પ્રાથમિકતાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે છે.

નોંધનીય છે કે વિપક્ષી પાર્ટી દ્વારા પણ આ યોજના પર સવાલો ઉભા કરીને અગ્નિવીરોના ભવિષ્યની ચિંતા બતાવવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે આ યોજના ના ચાર વર્ષ બાદ અગ્નિવીરો માટે શું તકો રહેલી છે તેની નિર્દેશિકા દર્શાવી છે. યોજનાના ચાર વર્ષ પછી અગ્નિવીરો માટે આ ફાયદા રહેલા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

4 વર્ષ પછી સરકાર અગ્નિવીરો ને નાણાકીય મદદ કરશે, જે અગ્નિવીરો પોતાના ઉદ્યોગ કે બિઝનેસ શરૂ કરવા માંગશે, બેન્ક તેમને લોન આપશે. ચાર વર્ષ પછી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને આસામ સાથે ઘણી રાજ્ય સરકારોએ પોલીસ અને પોલીસના સહયોગી દળોમાં સેવા પછી અગ્નિવીરોને એડજસ્ટ કરવાની પ્રાથમિકતા આપવાની તૈયારી બતાવી છે. આ સિવાય પણ અન્ય તકોમાં કેવી રીતે અગ્નિવીરો માટે દ્વાર ખોલવામાં આવશે, તે આ ટ્વીટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. આમ નિવૃત્તિ પછી પણ અગ્નિવીરોને તેમને મળેલા સર્ટિફિકેટ અને બેન્ક લોન દ્વારા બીજા ક્ષેત્રે કરિયર શરૂ કરવામાં મદદ મળશે.

 

સરકારે એ પણ ઉમેર્યું છે કે જે લોકો આગળ પણ સૈનિક સમાન કાર્ય કરવા ઈચ્છે  છે તેઓને કેન્દ્રીય સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય પણ યુપી અને એમપી જેવા ભાજપ શાસિત રાજ્યોએ કહ્યું છે કે રાજ્ય પોલીસ દળની ભરતીમાં અગ્નિવીરોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત  આઈટી, સુરક્ષા, તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રોની ઘણી મોટી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ નિષ્ણાંત અને શિસ્તબદ્ધ અગ્નિવીરોની ભરતી કરવાનું શરૂ કરશે.

Next Article