International sex workers day: દેહવેપાર સાથે જોડાયેલા કેટલાક કડવા સત્યો અને તથ્યો પર એક નજર કરીએ

|

Jun 02, 2022 | 1:34 PM

ભારતમાં મહિલાઓ વચ્ચે વેશ્યાવૃત્તિ (Prostitution) તો સદીઓ ચાલતી આવી છે, પરંતુ હવે પુરૂષ પણ આ ધંધામાં જોડાવવા લાગ્યા છે. આવા પુરૂષોને જિગોલો કહેવાય છે.

International sex workers day: દેહવેપાર સાથે જોડાયેલા કેટલાક કડવા સત્યો અને તથ્યો પર એક નજર કરીએ
દેહવેપાર (સાંકેતિક ઇમેજ)

Follow us on

International sex workers day: દેહવેપાર સદીઓથી ચાલતો આવતો ધંધો છે. ત્યારે દેહવેપારના (Prostitution) કેટલાક કડવા સત્યો અને તથ્યો પર એક નજર કરીએ,

દેશમાં સૌથી વધારે દેહ વેપાર મુંબઇમાં

રાષ્ટ્રીય એડ્સ કંટ્રોલ બોર્ડના એક રિપોર્ટ અનુસાર મુંબઇમાં દેશમાં સૌથી વધારે દેહવેપારનો ધંધો ચાલે છે. અહીં, 2 લાખથી વધુ દેહવેપાર સાથે લોકો સંકળાયેલા હોવાનો અહેવાલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુંબઇમાં દરે વર્ષે દેહવેપારમાં 10 ટકાનો વધારો

આ સંખ્યા દર વર્ષે 10 ટકાના દરે વધી રહી છે. દેહ વ્યાપારના મુદ્દે કલકત્તા બીજા નંબરે છે. હ્યૂમન રાઇટ્સ વોચના અનુસાર મુંબઇ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે.

દેશનો સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર કલકત્તામાં

દેશના સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર કલકત્તાનો સોનાગાચી વિસ્તાર છે. બીજા નંબર પર મુંબઇનો કામતિપુરા, પછી દિલ્હીનો જીબી રોડ, આગરાનું કાશ્મીર માર્કેટ, ગ્વાલિયરનો રેશમપુરા, પુણેનો બુધવર પેટ છે.

વેશ્યાવૃતિનો કડવો ઇતિહાસ

ભારતમાં વેશ્યાવૃત્તિનું ચલણ આજકાલથી નહી પરંતુ સદીઓથી ચાલતું આવ્યું છે. પ્રાચીન ભારતમાં ‘નગરવધુ’ રહેતી હતી. બીજી સદીમાં ઇસાપૂર્વમાં લખવામાં આવેલી સંસ્કૃતની વાર્તા મૃચાકાટિકામાં વૈશાલીની નગરવધુ આ કામ માટે જાણીતી હતી.

વેશ્યાવૃત્તિનો ઇતિહાસ 17મી સદીમાં

17મી અને 16 સદીમાં ગોવામાં પોર્ટુગલ કોલોની હતી. અહીંયા જાપાની દાસીઓ રહેતી હતી, જેમાંથી મોટાભાગની જાપાનની તથા નાની ઉંમરની છોકરીઓ હતી, જેને દાસી બનાવીને તેમની સાથે શરીરસુખ માણવામાં આવતું હતું. આ કારણે જ સદીઓથી ગોવા દેહ વ્યાપારનું ગઢ મનાય છે.

અંગ્રેજ શાસનમાં વેશ્યાવૃત્તિ

20મી સદીમાં ક્રુર અંગ્રેજોએ ભારતીય છોકરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. યૂરોપથી આવેલી વેશ્યાઓ જ્યારે પોતાની સેવાઓ આપવામાં અક્ષમ થઇ જતી તો તેમને છાવણીમાં સૈનિકોની સેવા કરવા તથા જમવાનું બનાવવા માટે રોકવામાં આવતી.

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં દેવદાસી બેલ્ટ

તમને એ જાણીને આશ્વર્ય થશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર એક પછી એક ગામડા અને કસ્બા છે, જ્યાં વેશ્યાવૃત્તિનો વેપાર ફૂલ્યોફાલ્યો છે. આ વિસ્તારોને ‘દેવદાસી બેલ્ટ’ પણ કહેવામાં આવે છે.

12 લાખથી વધુ બાળકીઓ દેહવેપારમાં

તમને જાણીને નવાઇ લાગશે કે દેશમાં 12 લાખથી વધુ બાળકીઓ વેશ્યાવૃત્તિમાં લુપ્ત છે. આ ખુલાસો દેશની સૌથી મોટી તપાસ એજન્સી કેન્દ્રિય તપાસ બ્યૂરોના રિપોર્ટમાં થયો છે, જે મે 2009માં પ્રકાશિત થયો હતો.

90 ટકા છોકરીઓ દેશમાં વેચવામાં આવે છે

સીબીઆઇના રિપોર્ટ 2009ના અનુસાર દેશમાં દેહ વ્યાપારમાં લુપ્ત છોકરીઓમાંથી 90 ટકા તો દેશમાં જ એક શહેરથી બીજા શહેરમાં વેચવામાં આવે છે.

2 લાખ નેપાળી છોકરીઓ વેશ્યાવૃત્તિમાં

નેપાળની NGO મૈતીના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 2 લાખ નેપાળી છોકરીઓ દેહ વ્યાપારમાં લુપ્ત છે. તેમાંથી મોટાભાગની 14 વર્ષથી નાની ઉંમરની છે.

વર્જિન નેપાળી છોકરીની માંગણી

NGO મૈતીના રિપોર્ટ અનુસાર ભારતમાં નેપાળી વર્જિન છોકરીઓની વધુ માંગ છે. આ કારણે નેપાળથી છોકરીઓને ફોસલાવી-અપહરણ કરી ભારત લવાય છે.

જિગોલો (પુરુષ વેશ્યા) સેવાઓ

ભારતમાં મહિલાઓમાં વેશ્યાવૃત્તિ તો સદીઓ ચાલતી આવી છે, પરંતુ હવે પુરૂષ પણ આ ધંધામાં જોડાવવા લાગ્યા છે. આવા પુરૂષોને જિગોલો કહેવાય છે.

3 હજાર સુધીની ફી

ભારતમાં જિગોલોની સેવાઓ દિલ્હીમાં ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં જિગોલો એક રાતના 1 થી 3 હજાર રૂપિયા સુધી વસૂલે છે.

હેંડસમ છોકરાઓ બની રહ્યાં છે જિગોલો (પુરુષ વેશ્યા)

પૈસા કમાવવાની હોડમાં ડિગ્રી કોલેજોના છોકરા આ વેપારમાં ધકેલાઇ રહ્યાં છે. આ છોકરાઓ પાસેથી સેવાઓ લેનાર મહિલાઓ મોટા ઘરોની હોય છે, જે એક વખતના 3 હજાર રૂપિયા સુધી ચૂકવે છે. દિલ્હીમાં લગભગ 20 એજન્સીઓ છે, જે જિગોલો સપ્લાઇ કરે છે. જિગોલોનો ટ્રેન્ડ દિલ્હી, મુંબઇ, ચંદીગઢ વેગેરેમાં સ્થિતિ મિડલ ક્લાસ નાઇટ ક્લબોમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. તેમની સેવાઓ સમલૈગિંક પણ લે છે.

Next Article