Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત

|

Apr 05, 2022 | 10:28 AM

ભારતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા 4,30,29,839 થઈ ગઈ છે.

Corona update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 795 કેસ આવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો થતા લોકોને રાહત
Corona Update

Follow us on

ભારતમાં કોરોનાના કેસોમાં (Corona Cases in India) સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે કોરોનાના 795 નવા કેસ નોંધાયા છે, જે પછી સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,29,839 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 12054 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 716 દિવસમાં સૌથી ઓછી છે. મંત્રાલયે કહ્યું છે કે સોમવારે 58 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક હવે 5,21,416 પર પહોંચી ગયો છે. અગાઉ સોમવારે કોરોના વાયરસના 913 નવા કેસ (Covid-19) નોંધાયા હતા, જે છેલ્લા 715 દિવસમાં સૌથી ઓછા કેસ હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 185.53 કરોડથી વધુ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે 15.70 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હાલ ઉપલબ્ધ છે. નવા ડેટા અનુસાર, સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.03 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 466332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

18 એપ્રિલ 2020 પછી પ્રથમ વખત ભારતમાં કોવિડ-19ના 1,000થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 18 એપ્રિલ 2020ના રોજ 991 કેસ નોંધાયા હતા. મંત્રાલયે કહ્યું કે સંક્રમણનો દૈનિક દર 0.17 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક સંક્રમણ દર 0.22 ટકા નોંધાયો છે. કોવિડ-19ની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ 79.15 કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 4,66,332 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ અન્ય રોગોથી પિડીત

મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયની વેબસાઈટ આંકડા હાલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર 2020ના રોજ દેશમાં કોવિડ-19ના કેસ એક કરોડને વટાવી ગયા હતા. જ્યારે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ આંકડો 30 મિલિયનને વટાવી ગયો હતો.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Jammu Kashmir : 24 કલાકમાં 3 આતંકવાદીઓએ 7 લોકોને નિશાન બનાવ્યા, CRPF જવાન સહિત 3 લોકોના મોત

Next Article