Last Will : કોરોનાનો યુવાનોમાં ભય, મોટી સંખ્યામાં 40થી 45 વર્ષની વયના લોકો વસિયતનામું બનાવી રહ્યાં છે

|

Jun 23, 2021 | 6:58 PM

Last Will : કોરોનાએ લોકોને એટલો ડરાવી દીધા છે કે હવે 40 થી 45 વર્ષની વયના લોકો પણ વકીલ પાસે વિલ એટલે કે વસિયતનામુ બનાવવા માટે પહોંચવા લાગ્યા છે.

Last Will  : કોરોનાનો યુવાનોમાં ભય, મોટી સંખ્યામાં 40થી 45 વર્ષની વયના લોકો વસિયતનામું બનાવી રહ્યાં છે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Last Will : કોરોનાએ લોકોને એટલો ડરાવી દીધા છે કે હવે 40 થી 45 વર્ષની વયના લોકો પણ વકીલ પાસે વિલ એટલે કે વસિયતનામુ બનાવવા માટે પહોંચવા લાગ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં વકીલો અને કાયદાકીય સંસ્થાઓ સાથે વિલ અથવા વસિયતનામું બનાવતા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આ વસિયતનામુ બનાવવામાં મોટાભાગના યુવાનો છે.

કોરોના મહામારીએ ભલભલાના કાળજા કંપાવી નાંખ્યા છે. કોરોનાની બીજી લહેરમાં નાની ઉંમરના યુવાનો મોટી સંખ્યામાં મોતને ભેંટયા હતા. ત્યારે હવે સમય આવી ગયો છે કે નાની ઉંમરના યુવાનો પણ વસિયત લખાવી લે, એક સમય હતો કે જ્યારે કોઈ વ્યક્તિ તેની ઉંમરની અંતિમ તબક્કે તેની મિલકતની ઇચ્છા તૈયાર કરતો હતો.

કોરોનાએ લોકોને એટલા ડરાવી દીધા છે કે હવે 40 થી 45 વર્ષની વયના લોકો પણ વકીલ પાસે વિલ બનાવવા માટે પહોંચવા લાગ્યા છે. આમ, કોરોનાકાળમાં હવે યુવાનોએ નાની ઉંમરે મોટી જવાબદારીઓની ચિંતા કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં વકીલો અને કાયદાકીય સંસ્થાઓ સાથે વિલ બનાવતા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

40 થી 45 વર્ષની વય જૂથના લોકો તેમની જંગમ અને સ્થાવર મિલકતના વિતરણ માટે એક વિલ એટલે કે વસિયતનામું પણ લખી રહ્યાં છે, જેથી તેમની ગેરહાજરીમાં, કુટુંબને તેમની સમસ્યાઓ વિના કોઈ મિલકત મળી શકે. વકીલો કહે છે કે અગાઉ 55-60 વર્ષની વય જૂથના આવા લોકો જ વિલ- વસિયતનામું બનાવતા હતા, જેઓ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હતા. પરંતુ, હાલમાં, મોટી સંખ્યામાં તંદુરસ્ત અને યુવાનો પણ વિલ કરવા વિનંતી કરી રહ્યા છે. જેને કોરોનાકાળનો પ્રભાવ કહી શકાય.

Next Article