કોરોના કેસમાં આંશિક રાહત: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, જાણો સમગ્ર વિગત

|

Dec 24, 2021 | 12:38 PM

હાલ દેશમાં કુલ કોરોના એક્ટિવ કેસ 77,516 છે. જો કે બુધવારની સરખામણીમાં દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

કોરોના કેસમાં આંશિક રાહત: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, જાણો સમગ્ર વિગત
decrease corona case in india

Follow us on

Corona Case : કોરોનાની બીજી લહેર બાદ ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે.જો કે કોરોના કેસમા આંશિક રાહત મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6,650 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.3 ટકા ઓછા છે.આ સાથે છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણને(Corona Infection) કારણે 374 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે બાદ કુલ મૃત્યુઆંક 4,79, 133 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7,051 લોકો સાજા થયા છે. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 3,42,15,977 લોકો કોરોનાને(Covid 19)  મ્હાત આપી છે.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને ચિંતા વધારી

જ્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ (Active Case)  1 ટકા કરતા પણ ઓછા છે. હાલમાં કુલ સક્રિય દર્દીઓ 77,516 છે. કોરોના સંક્રમણને પગલે હાલ વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ રસીના(Covid Vaccination)  57,44,652 ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,40,31,63,063 ડોઝ આપવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીજી બાજુ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Omicron Variant) પણ ચિંતા વધારી છે. ભારતમાં અત્યાર સુધીમાં Omicron ના 358 કેસ નોંધાયા છે. જો કે, આમાંથી 104 લોકો સાજા થઆ ગયા છે. તમને જણાવી દઈએ કે, ઓમિક્રોનના કેસ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સામે આવ્યા છે.

ગઈકાલની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા

દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)  ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.બુધવારે રાજ્યમાં 7,495 નવા કેસ નોંધાયા હતા અને 434 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જ્યારે 6,960 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જે બાદ રિકવરી રેટ 98.40 ટકા પર પહોંચ્યો હતો. જે માર્ચ 2020 પછી સૌથી વધુ હતો.

દિલ્હીમાં ઓમિક્રોનના 64 કેસ નોંધાયા

રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનને લઈને ચિંતાનું મોઝુ ફરી વળ્યુ છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ દિલ્હીમાં (Delhi) કોરોના વાયરસના 118 નવા કેસ સામે આવ્યા છે. તેમજ 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાહતની વાત એ છે કે, ગુરુવારે દિલ્હીમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. જો કે દિલ્હીમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 64 નોંધાઈ છે.

આ પણ વાંચો : UP Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ, શિવપાલ યાદવે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો : 26-27 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ, ઉત્તર ભારતના ઘણા રાજ્યોને ઠંડીથી થોડી રાહત મળશે.

Next Article