Ladakh: એરફોર્સની ક્ષમતામાં વધારો, 19,000 ફૂટની ઉંચાઈએ રાજનાથ સિંહે સૌથી ઊંચી એરસ્ટ્રીપનું કર્યું ઉદ્ઘાટન

|

Sep 12, 2023 | 9:07 PM

BRO પૂર્વ લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા પટ્ટામાં આ એર ફિલ્ડનું નિર્માણ કરશે. આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે. વ્યૂહાત્મક રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેના નિર્માણથી LACની નજીક ફાઈટર ઓપરેશન શક્ય બનશે.

Ladakh: એરફોર્સની ક્ષમતામાં વધારો, 19,000 ફૂટની ઉંચાઈએ રાજનાથ સિંહે સૌથી ઊંચી એરસ્ટ્રીપનું કર્યું ઉદ્ઘાટન

Follow us on

Ladakh: ચીનથી માત્ર 40થી 50 કિલોમીટર દૂર એરફોર્સનું એરફિલ્ડ બનાવવામાં આવી રહ્યું છે. ન્યોમામાં બનેલી આ વિશ્વની સૌથી ઊંચી એરસ્ટ્રીપનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કર્યું હતું. રાજનાથ સિંહે મંગળવારે BRO દ્વારા રૂ. 2941 કરોડના ખર્ચે નિર્મિત 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પ્રોજેક્ટ્સ ઉત્તર/ઉત્તર-પૂર્વ ક્ષેત્રના દસ સરહદી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાંધવામાં આવ્યા છે.

પૂર્વ લદ્દાખમાં ન્યોમા એરફિલ્ડને વ્યાપક વ્યૂહાત્મક હવાઈ સંપત્તિ માટે રૂ. 218 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ એરફિલ્ડના નિર્માણથી લદ્દાખમાં એર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે વેગ મળશે અને આપણી ઉત્તરીય સરહદો પર ભારતીય વાયુસેનાની ક્ષમતામાં વધારો થશે. છેલ્લા ત્રણ વર્ષમાં રોડ અને બ્રિજના નિર્માણમાં BROની વૃદ્ધિને કારણે ઘણા મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પૂરા થયા છે, જેનાથી અમારા પ્રતિસ્પર્ધીઓ સામે અમારી સંરક્ષણ સજ્જતા મજબૂત બની છે.

આ પણ વાંચો: G20 સમિટ બાદ અચાનક આ લોકોને મળવા પહોંચ્યા વડાપ્રધાન મોદી અને કહ્યું ‘Thank You’

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

BRO પૂર્વ લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા પટ્ટામાં આ એર ફિલ્ડનું નિર્માણ કરશે. આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે. વ્યૂહાત્મક રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તેના નિર્માણથી LACની નજીક ફાઈટર ઓપરેશન શક્ય બનશે. અત્યાર સુધી ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ 2020થી ચીન સાથે ચાલી રહેલા સ્ટેન્ડઓફ દરમિયાન સૈનિકો અને અન્ય સાધનોના પરિવહન માટે કરવામાં આવે છે.

ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને C-130J એરક્રાફ્ટ પણ અહીંથી ટેકઓફ અને લેન્ડિંગ કરી રહ્યાં છે. હવે અહીં એક એવું એરફિલ્ડ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં ફાઈટર પ્લેન પણ લેન્ડ થઈ શકશે. આ એરફિલ્ડના નિર્માણ બાદ લદ્દાખમાં એર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ મળશે અને આપણી ઉત્તરી સરહદો પર એરફોર્સની ક્ષમતામાં વધારો થશે.

બીઆરઓએ આ કામ બે વર્ષમાં કર્યું

છેલ્લા બે વર્ષમાં BROએ 5100 કરોડ રૂપિયાના ખર્ચે રેકોર્ડ 205 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ગયા વર્ષે, 2897 કરોડના ખર્ચે 103 BRO ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. 2021માં 2229 કરોડ રૂપિયાના ખર્ચે 102 BRO ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે BROએ આ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સનું બાંધકામ રેકોર્ડ સમયમર્યાદામાં પૂર્ણ કર્યું છે અને આમાંથી ઘણા પ્રોજેક્ટ્સ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક જ કાર્યકારી સત્રમાં બાંધવામાં આવ્યા છે. BROએ અરુણાચલ પ્રદેશના હુરી ગામ જેવા દેશના સૌથી દૂરના ગામોને પણ મુખ્ય ભૂમિ સાથે જોડ્યા છે. આ જોડાણે આપણા સરહદી ગામોમાં રિવર્સ માઈગ્રેશનને વેગ આપ્યો છે. આ વિસ્તારોમાં શાળાકીય સુવિધાઓ અને પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રો, વીજળી પુરવઠો અને રોજગારીની તકો જેવી મૂળભૂત સુવિધાઓની રજૂઆત સાથે વસ્તી વૃદ્ધિ જોવા મળી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article