જ્યાં નેટ નથી ત્યાં પણ પહોંચશે શિક્ષણ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની બાળકોના શિક્ષણ માટેની યોજના

|

Jun 05, 2021 | 12:51 PM

લદ્દાખ શાળાના બાળકોને નિશુલ્ક ટેબ્લેટ આપનારું પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. શુક્રવારે ઉપરાજ્યપાલ આરકે માથુરે યોન ટેબ યોજાનાનો આરંભ કર્યો હતો.

જ્યાં નેટ નથી ત્યાં પણ પહોંચશે શિક્ષણ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની બાળકોના શિક્ષણ માટેની યોજના
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાના આ સમયમાં ઓનલાઈન શિક્ષણ ખુબ મહત્વનું થઇ ગયું છે. આવામાં લદ્દાખ શાળાના બાળકોને નિશુલ્ક ટેબ્લેટ આપનારું પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. શુક્રવારે ઉપરાજ્યપાલ આરકે માથુરે યોન ટેબ યોજાનાનો આરંભ કર્યો હતો. આ આરંભ વર્ચ્યુઅલ કરવામાં આવ્યો હતો.

વિશેષ વાત એ છે કે માહિતી ટેકનોલોજી વિભાગની સહાયથી ટેબ્લેટમાં 12,300 વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન સામગ્રી અપલોડ કરવામાં આવી છે. જેમાં ઇ-પાઠય પુસ્તકો, વિડીયો લેકચર, ઓનલાઇન વર્ગની એપ્લિકેશનો શામેલ છે. આ ટેબ્લેટ આગામી બે મહિનામાં છઠ્ઠા ધોરણથી બારમાં ધોરણના વર્ગના વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે.

આ વિશેષ યોજનાનો હેતુ લદ્દાખના દૂરના વિસ્તારોમાં ઉચ્ચ તકનીકી શિક્ષણ સુવિધાઓ પૂરા પાડવાનો છે, જ્યાં ઇન્ટરનેટની સુવિધા પણ પહોંચી નથી. આ ટેબમાં પર્યાપ્ત વિષય મુજબની સામગ્રી અપલોડ કરવામાં આવી છે, જેનો લાભ ચાઇનાને અડીને આવેલા LAC ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ મળશે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે લદાખની ભૌગોલિક પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ આ યોજના માટે પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટેલિકોમ સુવિધા લદાખના 100% વિસ્તારમાં પહોંચશે

એલજી આર કે માથુરે કહ્યું કે લદ્દાખનો મોટો વિસ્તાર ટેલિકોમ સેવાઓથી વંચિત છે. આ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ વધારાના 115 ટાવર્સ અને 1760 કિ.મી. ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવામાં આવશે છે. આ અંગેની માંગ સંબંધિત વિભાગ સમક્ષ મુકવામાં આવી છે.

તેજસ્વી વિદ્યાર્થીને કોચિંગ માટે 1-1.5 લાખ આપવામાં આવશે

લદાખમાં NEET, JEE, NDA અને UG CLAT માં ઉત્તમ પ્રદર્શન કરનાર 10 અને 12 ના વર્ગના વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયા કોચિંગ ફી તરીકે આપવામાં આવશે. તે જ સમયે જે વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસ, આઈઇએસ અને આઈએસએસ પાસ કર્યા છે તેમને 1.54 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

 

આ પણ વાંચો: પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય

આ પણ વાંચો: દેશની સૌથી સસ્તી વેક્સિન હશે Corbevax, કેન્દ્ર સરકારે પ્રિ-બુક કરાવ્યા 30 કરોડ ડોઝ, જાણો કિંમત

Next Article