કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, ભારત જોડો યાત્રા બાદ નવા અવતારમાં જોવા મળશે રાહુલ ગાંધી: દિગ્વિજય સિંહ
રાહુલના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાના ખુબ વખાણ થઈ રહ્યા છે. તેની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના નવનિયુક્ત પ્રમુખ બ્રિજલાલ ખબરીએ રાહુલની પ્રશંસામાં ગીતો વાંચ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે (Digvijaya Singh) રવિવારે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) નવા અવતારમાં નજરે આવશે. દિગ્વિજય સિંહે કહ્યું કે પાર્ટીમાં હાલમાં વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ઘતા અને નેતૃત્વનો અભાવ છે. ‘ભારત જોડો યાત્રા’થી કોંગ્રેસને મજબૂત બનાવવામાં મદદ મળશે અને તેનાથી નવું નેતૃત્વ ઉભરીને સામે આવશે. સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટવરવ્યુમાં દિગ્વિજય સિંહે આ વાત જણાવી.
હાલમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા કર્ણાટકમાં છે. શુક્રવારે આ યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે ડાન્સ કર્યો. તેનો વીડિયો તેમને ટ્વીટર પર શેયર કર્યો હતો. તેમને લખ્યું હતું 75 વર્ષનો વ્યક્તિ મસ્તી-મજા કેમ નથી કરી શકતો! તેમને જે રીતે સિદ્ઘારમૈયાને રાહુલ જી સાથે દોડતા જોયા, તમારી ઉંમર એટલી જ હોય છે જેટલી તમે મહેસૂસ કરો છો. જો આપણે આપણી જાતને જુવાન અનુભવતા હોઈએ તો આપણે શા માટે મજા નથી કરી શકતા?’
‘રાહુલનો મતલબ ભારત અને ભારતનો મતલબ રાહુલ’
રાહુલના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાના ખુબ વખાણ થઈ રહ્યા છે. તેની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના નવનિયુક્ત પ્રમુખ બ્રિજલાલ ખબરીએ રાહુલની પ્રશંસામાં ગીતો વાંચ્યા હતા. કોંગ્રેસ નેતાના વખાણ કરતા તેમણે કહ્યું કે, ‘રાહુલ એટલે ભારત અને ભારત એટલે રાહુલ. રાહુલ દેશ અને બંધારણને બચાવવાના વ્યાપક મિશન પર નીકળી પડ્યા છે. શનિવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળનાર ખબરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી.
‘રાહુલ ગાંધીની આસપાસ સકારાત્મક ઉર્જાનો સંગ્રહ’
બીજી તરફ આ યાત્રામાં સામેલ ‘સ્વરાજ ઈન્ડિયા’ના નેતા યોગેન્દ્ર યાદવે એક સવાલ ‘શું આ યાત્રા રાહુલ ગાંધીની ઈમેજ બદલશે?’ના પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘નેતા તે હોય છે જે પોતાની આસપાસ એક ઉર્જા એકત્ર કરી શકે છે. છેલ્લા 30 દિવસમાં રાહુલ ગાંધીની આસપાસ સાર્થક અને સકારાત્મક ઉર્જા એકત્ર થઈ રહી છે. શા માટે તે તસવીર (વરસાદમાં ભીની વખતે ભાષણ આપતી વખતે) વાયરલ થઈ કારણ કે તેમાં ઊર્જા હતી. વ્યક્તિ તરીકે રાહુલ ગાંધી સારા છે, તે દરેક લોકો જાણે છે. જો તે પોતાની સાથે ઉર્જા લઈને ચાલે છે તો તેમના માટે, કોંગ્રેસ અને દેશ માટે સારૂ છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. યાત્રાનું સમાપાન આગામી વર્ષના શરૂઆતમાં કાશ્મીરમાં થશે. આ યાત્રામાં કુલ 3,570 કિમીનું અંતર કાપવામાં આવશે.