Kumbh Mela 2021: ‘યાત્રી કૃપિયા ધ્યાન દે’, હરિદ્વાર સ્ટેશન પર આ દિવસોમાં નહીં થોભે એક પણ ટ્રેન

|

Apr 03, 2021 | 9:57 PM

Kumbh Mela 2021: 11થી 14 એપ્રિલ સુધી હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં. ખરેખર, મહાકુંભમાં શાહી સ્નાનને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન બધી ટ્રેનો જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર રોકાશે.

Kumbh Mela 2021: યાત્રી કૃપિયા ધ્યાન દે, હરિદ્વાર સ્ટેશન પર આ દિવસોમાં નહીં થોભે એક પણ  ટ્રેન

Follow us on

Kumbh Mela 2021: 11થી 14 એપ્રિલ સુધી હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં. ખરેખર, મહાકુંભમાં શાહી સ્નાનને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન બધી ટ્રેનો જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર રોકાશે. જ્યાંથી મુસાફરોને બસ દ્વારા મેળામાં લઈ જવામાં આવશે. આપને જણાવી દઈએ કે કુંભમાં 12થી 14 એપ્રિલ સુધી શાહી સ્નાનનું આયોજન કરવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 11 માર્ચે થયું હતું. જ્યારે બીજુ શાહી સ્નાન 12 એપ્રિલે ચૈત્ર અમાવસ્યા અને સોમાવતી અમાવાસ્યા પર થશે. તે જ સમયે 14 એપ્રિલના રોજ મેષ રાશિ સંક્રાંતિ પર શાહી સ્નાન થશે. શાહી સ્નાન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હરિદ્વાર પહોંચશે. 11થી 14 એપ્રિલ સુધી ભક્તો સીધા હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર પહોંચી શકશે નહીં. આ માટે મુસાફરોને જ્વાલાપુર, રૂરકી અને લક્સર સ્ટેશનો પર ઉતરવું પડશે. ભક્તોએ કુંભ પહોંચવા માટે નિયત રેલ્વે સ્ટેશનોથી શટલની સુવિધા લેવાની રહેશે.

 

 

 

જણાવી દઈએ કે 01 એપ્રિલ 2021થી શરૂ થયેલો કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન મહાકુંભ મેળામાં 3 શાહી સ્નાન થશે. જેમાં તમામ 13 અખાડા, નાગા સાધુ અને મહામંડલેશ્વર સહિત લાખો ભક્તો મુખ્ય ઘાટ હર કી પૌડી પર બ્રહ્માકુંડમાં મુક્તિ અને સુખાકારીની પવિત્ર ડૂબકી લગાવશે. 12 એપ્રિલના રોજ સોમાવતી અમાવસ્યા, 14 એપ્રિલે વૈશાખી સ્નાન અને 27 એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમાએ તમામ 13 અખાડા સહિત ભક્તો સાથે શાહી સ્નાન કરશે.

 

મેળામાં વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર કુંભ ક્ષેત્રમાં 10 હજાર પોલીસ જવાનો તૈનાત છે. કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે વહીવટીતંત્રે હરિદ્વારમાં મહાકુંભ દરમિયાન કડકતા વધારી દીધી છે. કુંભ આવતા ભક્તોને 72 કલાક અગાઉથી RTPCR TEST કરાવવું પડશે. રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે જ તમે મહાકુંભમાં આવી શકશો. ભક્તોએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.

 

આ પણ વાંચો : Indian Railways: હવે વગર રિઝર્વેશને થશે રેલ યાત્રા, આ રહ્યું 5 એપ્રિલથી શરૂ થનારી 71 ટ્રેનનું લિસ્ટ

Next Article