કોરોનાનાં સંકટ વચ્ચે સારા ન્યૂઝ, 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે IT કંપની TCS

|

Jul 13, 2020 | 1:55 PM

કોરોનાનાં સંકટ વચ્ચે જ્યારે તમમા કંપનીઓ નોકરીઓમાંથી છટણી કરી રહી છે અથવા તો પગારમાં કાપ મુકી રહી છે તેવામાં આઈ.ટીની દિગ્ગજ કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીઝ દ્વારા રાહતનાં સમાચાર આપવામાં આવ્યા છે. TCS ભારતભરમાં 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે. પાછલા વર્ષે પણ આ કંપનીએ આટલાજ ફ્રેશર્સને નોકરી આપી હતી. આ વર્ષે ભરતીને લઈ મહત્વપૂર્ણ એટલે છે […]

કોરોનાનાં સંકટ વચ્ચે સારા ન્યૂઝ, 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે IT કંપની TCS
http://tv9gujarati.in/korona-na-sankar…reshers-ne-nokri/

Follow us on

કોરોનાનાં સંકટ વચ્ચે જ્યારે તમમા કંપનીઓ નોકરીઓમાંથી છટણી કરી રહી છે અથવા તો પગારમાં કાપ મુકી રહી છે તેવામાં આઈ.ટીની દિગ્ગજ કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીઝ દ્વારા રાહતનાં સમાચાર આપવામાં આવ્યા છે. TCS ભારતભરમાં 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે. પાછલા વર્ષે પણ આ કંપનીએ આટલાજ ફ્રેશર્સને નોકરી આપી હતી. આ વર્ષે ભરતીને લઈ મહત્વપૂર્ણ એટલે છે કે કોરોનાનાં સમયમાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી કંપનીઓ છટણી કરી રહી છે. જો કે TCS કોઈ કાપ મુકવા નથી જઈ રહી.

      એટલું જ નહી, TCS એ પોતાના અમેરિકા સ્થિત કેમ્પસ પ્લેસમેન્ટ આ વર્ષે ડબલ કરીને 2000 કરવાનો નિર્ણય લીધો છે. TCSનાં CEO રાજેશ ગોપીનાથને તાજેતરમાં જ કહ્યું હતું કે માંગનાં સકારાત્મક માહોલને જોતા કંપની ધીરેધીરે હવે ભરતીની શરૂઆત કરશે. કોવીડ-19ની અનિશ્ચિતતાનાં કારણે તેના પર રોક લાગી ગઈ હતી જોકે અમે અમારી નક્કી કરેલી યોજનાઓનું પાલન કરીશું. જણાવવું રહ્યું કે TCSનો એપ્રિલથી જૂન ત્રણ મહિનાનો ફાયદો 13% ઘટીને 7049 કરોડ રૂપિયા રહી ગયો છે. આ નુક્શાન કોરોનાંના સમયગાળામાં થયેલું છે. ફર્સ્ટ નોકરીનાં હાલનાં એક સર્વે મુજબ કોરોના વાયરસને કારણે કોલેજ કેમ્પસમાંથી થતા હાયરીંગમાં સીધો 82%નો ઘટાડો નોંધાયો અને પ્રી ફાઈનલ યરનાં વિદ્યાર્થીઓની ઈન્ટર્નશીપમાં પણ 74%ની કમી આવી છે.

   એક સર્વે મુજબ 44% જોબ ઓફર માટેનું જોઈનીંગ ટાળી દેવામાં આવ્યું છે, જ્યારે કે 9%ને આપવામાં આવેલી ઓફર જ પાછી ખેંચી લેવામાં આવી છે. સર્વેમાં સામેલ 33% કર્મચારીઓનું કહેવું છે કે એમ્પ્લોયર તેમના જોબ સ્ટેટેસ માટે કોઈ જાણકારી નથી આપી રહ્યા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Next Article