કોરોના કારણે ફ્રેશર્સ મુકાયા મુશ્કેલીમાં, દેશની ટોચની કંપનીઓના કેમ્પસ પ્લેસ્ટમેન્ટમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો

|

Nov 03, 2020 | 10:10 AM

લોકડાઉનને કારણે કંપનીઓની આવક અને નફાને અસર થઈ છે. કોરોનના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે. મંદીના કારણે અનેક એકમોએ નુકશાનીનો સામનો કરવો પડતા છટણી સહિતના પગલાં લેવાયા છે. એકતરફ નોકરીઓ ઘટી છે તો કેમ્પસ પ્લેસમેન્ટ પણ અટકવાથી ફ્રેશર્સની પણ મુશ્કેલીઓ વધી છે. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને અન્ય પ્રોફેશનલ કોર્સીસ માટે સપ્ટેમ્બર-ઑક્ટોબર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી પ્લેસમેન્ટ હોય છે […]

કોરોના કારણે ફ્રેશર્સ મુકાયા મુશ્કેલીમાં, દેશની ટોચની કંપનીઓના કેમ્પસ પ્લેસ્ટમેન્ટમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો

Follow us on

લોકડાઉનને કારણે કંપનીઓની આવક અને નફાને અસર થઈ છે. કોરોનના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે. મંદીના કારણે અનેક એકમોએ નુકશાનીનો સામનો કરવો પડતા છટણી સહિતના પગલાં લેવાયા છે. એકતરફ નોકરીઓ ઘટી છે તો કેમ્પસ પ્લેસમેન્ટ પણ અટકવાથી ફ્રેશર્સની પણ મુશ્કેલીઓ વધી છે. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને અન્ય પ્રોફેશનલ કોર્સીસ માટે સપ્ટેમ્બર-ઑક્ટોબર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી પ્લેસમેન્ટ હોય છે પરંતુ કોરોનાને કારણે કેમ્પસ પ્લેસમેન્ટ અટક્યા છે.

કોરોનાને કારણે આ વખતે કૉલેજોમાં પ્લેસમેન્ટ અડધા થઈ ગયા છે અને જૉબ ઑફર કરવામાં આવી રહી છે તેમા પગાર પણ ઓછો મળી રહ્યો છે. ભાડે લેવામાં આ ઘટાડો લગભગ તમામ સેક્ટર્સમાં દેખાય રહી છે.Indian Institutes of Management -IIM, Xavier Labour Relations Institute -XLRI જેવી ટૉપ ઇન્ટીટ્યૂટ્સમાં પણ હાયરિંગ ઘટાડો થયો છે પરંતુ સામાન્ય સંસ્થાઓમાં તો નોકરીઓ અડધી જ થઈ ગઈ છે. એન્ટ્રી લેવલ સેલેરી પેકેજમાં પણ 15-20 ટકાનો ઘટાડો જોવા માટે છે. IIT મુંબઈ કહે છે કે આ વર્ષે પ્લેસમેન્ટ પ્રોસેસ સામે ઘણી સમસ્યાઓ આવી રહી છે. IIM અમદાવાદ, IIM ઇન્દોર અને IIM નાગપુર જેવી સંસ્થાઓ પણ આ વર્ષે હાયરિંગ ઘટવાની વાત માની રહી છે.

ફાર્મા, હેલ્થકેર અને ટેકનોલોજી સિવાય લગભગ તમામ સેક્ટરની હાયરિંગ પ્રભાવિત થઈ છે. સૌથી વધુ અસર હૉસ્પિટાલિટી, એવિએશન, ઑટો અને ઇન્જિનીરિંગમાં દેખાઈ રહી છે. ઇ-કોમ, Banking, Financial Services, and Insurance sector – BFSI અને Fast-moving consumer goods – FMCG કંપનીઓ સિલેક્ટિવ હાયરિંગ કરી રહ્યા છે. એક્સપર્ટસનું માનવું છે કે જૉબ માર્કેટની રિકવરીમાં હજુ 7-8 મહિનાનો સમય લાગી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Next Article