Breaking News : PM મોદીની રેલી પૂર્વે કોલકાતામાં હિંસક અથડામણ, TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો

Breaking News : PM મોદીની રેલી પૂર્વે કોલકાતામાં હિંસક અથડામણ, TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો

| Updated on: Mar 14, 2026 | 5:27 PM

કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગિરીશ પાર્ક નજીક થયેલા પથ્થરમારામાં એક પોલીસકર્મી અને એક ભાજપના નેતા સહિત બે લોકો ઘાયલ થયા હતા.

કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું હતું અને TMC તેમજ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગંભીર અથડામણ જોવા મળી હતી. આ ઘટનામાં બંને પક્ષના સમર્થકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેના પરિણામે એક પોલીસ કર્મચારી અને એક ભાજપના નેતા સહિત કુલ બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

આ હિંસક ઘટના કોલકાતાના ગિરીશ પાર્ક નજીક બની હતી. ભાજપના સમર્થકોનો આરોપ છે કે જ્યારે તેઓ વડાપ્રધાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા રેલી સ્થળ તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી અચાનક તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, TMC કાર્યકર્તાઓ પર લોકોને રેલી સ્થળે પહોંચતા અટકાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવમાં વધારો કર્યો છે. સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

જો 8 અઠવાડિયા હોર્મુઝનો રસ્તો બંધ રહ્યો, તો તેલના ભાવ કેટલે પહોંચશે?