Plasma Therapy For Covid-19: જાણો કેમ બંધ કરવામાં આવી કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી

|

May 18, 2021 | 4:37 PM

કોવિડ -19 ની સારવાર અંગેઆઈસીએમઆરની માર્ગદર્શિકાએ જણાવ્યું હતું કે લક્ષણોના 7 દિવસની અંદર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ થઈ શકે છે. જો કે આ ઉપચાર સાથે સારવાર પર કોઈ અસર થયા હોવાના પુરાવા મળ્યા નથી. તેની બાદ હવે Plasma થેરેપીને આઈસીએમઆરએ કોરોનાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.

Plasma Therapy For Covid-19:  જાણો કેમ બંધ કરવામાં આવી કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી
કોરોના દર્દીઓ માટેની પ્લાઝમા થેરેપી બંધ કરવામાં આવી

Follow us on

દેશમાં કોવિડ -19 ની બીજા લહેરમાં Plasma ની માંગમાં નોંધપાત્ર વધારો થયો. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કોરોના વાયરસ મટાડવામાં માટે પ્લાઝમા દાન કરવાની જાહેરાત કરતાં નજરે પડ્યા હતા. કોવિડ -19 ની સારવાર અંગેઆઈસીએમઆરની માર્ગદર્શિકાએ જણાવ્યું હતું કે લક્ષણોના 7 દિવસની અંદર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ થઈ શકે છે. જો કે આ ઉપચાર સાથે સારવાર પર કોઈ અસર થયા હોવાના પુરાવા મળ્યા નથી. તેની બાદ હવે Plasma થેરેપીને આઈસીએમઆરએ કોરોનાના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.

આઈસીએમઆર અને કોવિડ -19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની બેઠક ગત સપ્તાહે મળી હતી.જેમાં તમામ સભ્યોએ જણાવ્યું હતું કે પ્લાઝમાઉપચાર બિનઅસરકારક છે અને તેને માર્ગદર્શિકામાંથી દૂર કરવો જોઇએ. જણાવ્યું હતું. આ ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિકો અને ડોકટરોએ સરકારના પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનને પત્ર પણ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીનો ‘અતાર્કિક અને અવૈજ્ઞાનિક ઉપયોગ બંધ કરવો જોઈએ. આ પત્ર આઈસીએમઆરના વડા બલરામ ભાર્ગવ અને એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને પણ મોકલ્યો હતો.

આ પત્રમાં કહ્યું છે કે Plasma થેરેપીથી સંબંધિત માર્ગદર્શિકા ઉપલબ્ધ પુરાવાના આધારે નથી. કેટલાક પ્રારંભિક પુરાવા પણ બહાર આવ્યા છે જે મુજબ, જ્યારે પ્લાઝમા થેરાપી ખૂબ ઓછી પ્રતિરક્ષાવાળા લોકોને આપવામાં આવે છે, ત્યારે એન્ટિબોડીઝને તટસ્થ કરવામાં આવે છે. પત્ર મોકલનારાઓમાં પ્રખ્યાત વાઇરોલોજિસ્ટ ગગનદીપ કંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય હતા. પત્ર અનુસાર, પ્લાઝમા થેરેપીનો અતાર્કિક ઉપયોગ ચેપને વધારી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક રિસર્ચ મુજબ યુકેમાં 11,000 લોકો પર કરાયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે Plasma થેરેપી ચમત્કાર કામ કરતું નથી. આ જ વાત આર્જેન્ટિનામાં કરવામાં આવેલા સંશોધનમાં સામે આવી છે. ત્યાંના ડોકટરો પણ પ્લાઝમા ઉપચારને અસરકારક માનતા ન હતા. ગયા વર્ષે, આઈસીએમઆરએ એક સંશોધન પણ હાથ ધર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે કોવિડના ગંભીર દર્દીઓની સારવારમાં મૃત્યુ દર ઘટાડવામાં અને સારવાર કરવામાં પ્લાઝમા ઉપચાર અસરકારક નથી.

Published On - 4:22 pm, Tue, 18 May 21

Next Article