કેટલા વર્ષો પહેલા થઈ હતી કળિયુગની શરૂઆત? અને કેટલા વર્ષો પછી થશે અંત?

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તેમાંથી હાલ કળિયુગ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, કળિયુગની શરૂઆત 3102 […]

કેટલા વર્ષો પહેલા થઈ હતી કળિયુગની શરૂઆત? અને કેટલા વર્ષો પછી થશે અંત?
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 7:12 PM

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તેમાંથી હાલ કળિયુગ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, કળિયુગની શરૂઆત 3102 ઇસાપૂર્વ થઈ હતી, એટલે કે લગભગ 5 હજાર વર્ષ પહેલા કળિયુગની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો: વડોદરાઃ પેટ્રોલ ઓછું આવતા બાઈક ચાલક અને લોકોએ પેટ્રોલ પંપ પર મચાવ્યો હોબાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કળિયુગનું આયુષ્ય સૌથી ઓછું એટલે કે 4,32,000 વર્ષ છે. હાલ કળિયુગનું આયુષ્ય લગભગ 5 હજાર વર્ષ જેટલું થયું છે, એટલે કે હજુ કળિયુગ પુરો થવામાં 4,27,000 વર્ષ બાકી છે. હાલ કળિયુગ તેના પ્રથમ ચરણમાં છે. કળિયુગના અંત એટલો ભયજનક છે કે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. કળિયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફકત 20 વર્ષ જેટલું જ રહેશે. આ પૃથ્વી પર વસવાટ કરતા તમામ પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે. કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર રહેશે નહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કળીયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થશે. આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય, વાવાઝોડું, ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહી પરંતુ, વધતા જતા ગરમીના પ્રમાણ ને લીધે થશે. કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે, લોકો માટે સહન કરવું અશકય બનશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">