Sabrimala Temple: 17 જુલાઇથી 5 દિવસ માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, જાણો દર્શન માટે શું છે નિયમો

|

Jul 17, 2021 | 12:42 PM

કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020 માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો. જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી.

Sabrimala Temple: 17 જુલાઇથી 5 દિવસ માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, જાણો દર્શન માટે શું છે નિયમો
Kerala's Sabarimala Temple

Follow us on

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજે 17 જુલાઇ શનિવારે પાંચ દિવસ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ મંદિર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. આ દરમ્યાન દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ભક્તોને દર્શન કરવા માટે મંદિર વ્યવસ્થાપકોએ કડક નિયમો બનાવ્યા છે.

મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોએ નેગેટિવ RTPCR રિપોર્ટ સુપ્રત કરવો પડશે, ત્યારબાદ જ મંદિર સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર્શન માટે અગાઉથી જ ઓનલાઈન બૂકિંગ કરાવવું પડશે. Online Booking સિવાય દર્શન માટે કોઈ જ વ્યવસ્થા રાખવામા આવી નથી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું


અદાલત સુધી પહોચ્યો હતો મામલો
કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો, જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી. કેરળ સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, પાંચ હજારની મર્યાદિત સંખ્યા રાખવાથી પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય અધિકારીઓ પર પણ ખૂબ દબાણ રહેશે.

ગયા વર્ષના અંતમાં કેરળ પોલીસ અને દેવસ્વોમ બોર્ડે તિર્થયાત્રીઓ માટે એક નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. જે કોરોના મહામારી દરમ્યાન કોઈ પણ જાતની પરેશાનીઓ વગર વર્ચ્યુયલ ઓનલાઇન, પ્રસાદ, પૂજા, આવાસ, જેવી સેવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે ઓનલાઈન બુકિંગ માટે ભક્તોનો મોબાઈલ નંબર અને એક વેલીડ ઇ-મેલ આઈડી જરૂરી છે.

કેરળમાં શનિવારે 14 હજારથી વધુ કેસ
દેશભરના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં ભરખમ ઘટાડો નોંધાય રહ્યો છે, ત્યારે દક્ષિણ ભારતમાં કોરોનાની બીજી લહેરે તેનો પ્રકોપ જાળવી રાખ્યો છે. શનિવારે કેરળમાં નવા 14,087 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણનો આંકડો 30,53,116 એ પહોચ્યો છે. જ્યારે 24 કલાકમાં 109 મૃત્યુ નોંધાયા છે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો

આ પણ વાંચો:  Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

Published On - 12:42 pm, Sat, 17 July 21

Next Article