કેરળમાં વિદ્યાર્થિનીઓનાં ઇનરવેર ઉતારવા મામલે વધુ 2 લોકોની કરવામાં આવી ધરપકડ, NEET પરીક્ષા દરમિયાન બની હતી ઘટના

|

Jul 21, 2022 | 10:56 AM

ફરજ પરની મહિલા દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં ભાગ લેતી ઉમેદવાર વિદ્યાર્થીનીઓને પહેલા તેમના આંતરિક વસ્ત્રો ઉતારવા દબાણ કરવા બદલ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેરળમાં વિદ્યાર્થિનીઓનાં ઇનરવેર ઉતારવા મામલે વધુ 2 લોકોની કરવામાં આવી ધરપકડ, NEET પરીક્ષા દરમિયાન બની હતી ઘટના
The incident happened in Kerala during NEET exam

Follow us on

કેરળમાં ફરજ પરની મહિલા દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં ભાગ લેતી ઉમેદવાર વિદ્યાર્થીનીઓને પહેલા તેમના આંતરિક વસ્ત્રો ઉતારવા દબાણ કરવા બદલ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેરળની કોલ્લમ પોલીસે માહિતી આપી છે કે, જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ માર થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ITના વાઇસ પ્રિન્સિપાલ અને NEET પરીક્ષાના કેન્દ્ર અધિક્ષક પારિજી કુરિયન ઇસાક અને NTA સુપરવાઇઝર ડૉ. શમનદ છે.

કેરળમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) દરમિયાન, પોલીસે ગુરુવારે વિદ્યાર્થીનીઓને તેમના આંતરિક વસ્ત્રો ઉતારીને પરીક્ષા આપવા માટે દબાણ કરવા બદલ આ કાર્યવાહી કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે ગુરુવારે એક શૈક્ષણિક સંસ્થામાં આયોજિત NEET પરીક્ષાના સુપરવાઈઝર અને પરીક્ષા સંયોજકની પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 7 થઈ

આ સાથે હવે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા સાત થઈ ગઈ છે. NEET પરીક્ષાની ફરજ પર તૈનાત પાંચ મહિલાઓની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી ત્રણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સેવા આપતી એજન્સી માટે કામ કરે છે, જ્યારે બે મહિલાઓ આયુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થા માટે કામ કરે છે, જ્યાં આ ઘટના બની હતી. કથિત ઘટના કેરળના કોલ્લમ જિલ્લાના આયુરમાં NEET (ગ્રેજ્યુએટ)-2022 પરીક્ષાના કેન્દ્રમાં બની હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કમિટીની પણ રચના કરવામાં આવી છે

અધિકારીઓએ જણાવ્યું કે, NTAએ કોલ્લમની મુલાકાત લેવા માટે એક ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે. આ કમિટી ચાર અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. પોલીસે જણાવ્યું કે, આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ઘણા કલાકોની પૂછપરછ બાદ પાંચ મહિલાઓની ધરપકડ કરી હતી. આમાંથી ત્રણ મહિલાઓ એક એજન્સી માટે કામ કરે છે જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આ સંબંધમાં કામ સોંપવામાં આવ્યું હતું, જ્યારે બે મહિલાઓ આયુરમાં સ્થિત એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં કામ કરે છે જ્યાં આ ઘટના બની હતી.

(ઇનપુટ ભાષામાંથી)

Next Article