કેરળમાં 4 ડીસેમ્બરના રોજ ચક્રવાત “બુરેવી”નું એલર્ટ, બનાવાઈ 2000 રાહત શિબિર

|

Dec 03, 2020 | 8:58 AM

Cyclone Burevi: કેરળમાં ચક્રવાત “બુરેવી” ચાર ડીસેમ્બર સુધીમાં પોહચી જવાની આશંકા જતાવાઈ રહી છે. આ ચક્રવાતને લઈ રાજ્યમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ સ્થતિને પોહચી વળવા માટે 2000 કરતા વધારે રાહત છાવણીનું નિર્માણ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યપ્રધાન પીનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર જેટલી જરૂર […]

કેરળમાં 4 ડીસેમ્બરના રોજ ચક્રવાત બુરેવીનું એલર્ટ, બનાવાઈ 2000 રાહત શિબિર

Follow us on

Cyclone Burevi: કેરળમાં ચક્રવાત “બુરેવી” ચાર ડીસેમ્બર સુધીમાં પોહચી જવાની આશંકા જતાવાઈ રહી છે. આ ચક્રવાતને લઈ રાજ્યમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ સ્થતિને પોહચી વળવા માટે 2000 કરતા વધારે રાહત છાવણીનું નિર્માણ કરી દીધું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યપ્રધાન પીનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર જેટલી જરૂર હશે તે પૂરી પાડશે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે તેમણે આ ચક્રવાતને લઈને તમામ વિશ્જય પર ચર્ચા કરી છે. આ સાથેજ 5 ડીસેમ્બર સુધી સમુદ્રમાં માછલી પકડવા જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિજયનનાં જણાવ્યા અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, ઈડુક્કી, અર્નાકુલમ જિલ્લાઓમાં ત્રણથી પાંચ ડીસેમ્બર સુધી ભારે વરસાદ અને ઝડપથી હવા પણ ફૂકાંશે.

કાંઠા વિસ્તારમાં બનેલા ડીપડીપ્રેશનને લઈને તામીલનાડુ, કરેલ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આ સ્થિતિને જોતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ રાજ્યની સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં જણાવ્યું છે કે ચાર ડીસેમ્બર સુધી માછલી પકડવાથી લઇ દરિયામાં જવાની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ડીપ્રેશન દરમિયાન બે થી ચાર ડીસેમ્બર વચ્ચે ભારે વરસાદ થશે. તામીલનાડુ, કેરલ, લક્ષદ્વીપના કાંઠા વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. તેમેણે એમ પણ જણાવ્યું છે કે આ ચક્રવાતને લઈને જીવન જરૂરિયાતની વસ્તુને નુકશાન પોહ્ચવાની સંભાવનાઓ છે. સમુદ્રમાં માછલી પકડવા માટે ગયેલી તામીલનાડુની ૨૦૦ કરતા વધારે બોટને ઝડપથી પાછી લાવવા માટે કામગીરી રાજ્યસરકાર કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article