Kashmir: બાળકીની નાની ભૂલ પડી ભારે, ચા પીધા બાદ પરિવારના 7 સભ્યો થયા હોસ્પિટલ ભેગા

|

Mar 02, 2021 | 4:14 PM

જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) શોપિયામાં ચા પીધા બાદ એક જ પરિવારના 7 લોકો બેભાન થયાની ઘટના સામે આવી છે.

Kashmir: બાળકીની નાની ભૂલ પડી ભારે, ચા પીધા બાદ પરિવારના 7 સભ્યો થયા હોસ્પિટલ ભેગા

Follow us on

જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) શોપિયામાં ચા પીધા બાદ એક જ પરિવારના 7 લોકો બેભાન થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શોપિયાના નબલ જવૂરા વિસ્તારમાં રહેતા એક પરિવારની બાળકીએ મેડિકલ પ્લાન્ટ (Medical Plant) આર્ગેમોન મેક્સિકાનાને (Argemone Mexicana) વાટીને ચા સાથે ઉકાળી દીધુ, જેને પીને સમગ્ર પરિવાર બેભાન થઈ ગયો.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મળતી માહિતી અનુસાર ચા પીધા બાદ પરિવારના બધા સભ્યો બેભાન થઈ ગયા હતા અને તેમને શોપિયાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાંથી હવે તેમને એસએમએસએચ (SMSH) હોસ્પિટલમાં ઈલાજ માટે ખસેડાયા અને હવે તેમની હાલતમાં સુધારો થયો છે. બેભાન થયેલા લોકોમાં આઝાદ અહેમદ, હઝીરા બેગમ, મોહમ્મદ અમીન, ફરીદા જાન, શાબિર અહેમદ અને બીજા બે સગીર બાળકો સામેલ છે.

 

આ પણ વાંચો: Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત

Next Article