વિશ્વ ચેમ્પિયન યુસૈન બોલ્ટથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક! રમત મંત્રી આપશે તક

|

Feb 15, 2020 | 9:49 AM

કર્ણાટકના એક યુવાનની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે. કારણ કે તેણે 100 મીટરની રેસ માત્ર 9.55 સેકેન્ડમાં જ પૂરી કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે યુસૈન બોલ્ટનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બાબતની પુષ્ટી કરતુ ખેલ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. કર્ણાટકનાં આ યુવાનનું નામ છે શ્રીનિવાસ ગૌડા. જેણે […]

વિશ્વ ચેમ્પિયન યુસૈન બોલ્ટથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક! રમત મંત્રી આપશે તક

Follow us on

કર્ણાટકના એક યુવાનની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે. કારણ કે તેણે 100 મીટરની રેસ માત્ર 9.55 સેકેન્ડમાં જ પૂરી કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે યુસૈન બોલ્ટનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બાબતની પુષ્ટી કરતુ ખેલ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. કર્ણાટકનાં આ યુવાનનું નામ છે શ્રીનિવાસ ગૌડા. જેણે ત્યાં યોજાતી ભેંસોની પરંપરાગત 142.50 મીટરની દોડ 13.62 સેકેન્ડમાં પુરી કરી છે. એટલે કે 100 મીટરનું અંતર માત્ર 9.55 સેકેન્ડમાં પૂર્ણ કર્યુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

લોકો શ્રીનિવાસ ગૌડાના વિડીયોને સોશિયલ મીડિયા પર ઘણો શેયર કરી રહ્યા છે અને ખેલ મંત્રીને વારંવાર ટેગ કરી રહ્યા છે. આ પછી કેન્દ્રીય ખેલ મંત્રી કિરેન રિજિજુએ પણ ટ્વીટ કર્યુ છે અને શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલાવવાની વાત ચાલી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કિરેન રિજિજુએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (SAI) કોચ દ્વારા કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાને ટ્રાયલ માટે બોલાવીશ. એથ્લેટિક્સમાં ઓલમ્પિકનાં ધોરણો વિશે લોકોમાં ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. પરંતુ હું એ સુનિશ્ચિત કરીશ કે કોઈ પણ પ્રતિભા પાછળ ના રહી જાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કર્ણાટકનાં આ યુવકની બીજી એક ખાસિયત એ છે કે તેણે પોતાનો રેકોર્ડ પાણી ભરેલા ખેતરમાં ભેંસોની સાથે દોડીને બનાવ્યો છે. જ્યારે યુસૈન બોલ્ટ પોતાનો રેકોર્ડ સુકી સપાટ જમીન ઉપર દોડીને બનાવ્યો છે. જમૈકાના રહેવાસી યુસૈન બોલ્ટને દુનિયાનો સૌથી ઝડપી એથ્લિટ માનવામાં આવે છે. તેમને 100 મીટર, 200 મીટર અને 4*100 રિલની દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમજ દોડમાં વિશ્વ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ 11 વાર પોતાના નામે કરી ચુક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બોલ્ટે દોડમાં જ 8 ઓલમ્પિક મેડલ જીત્યા છે. તેણે 100 મીટરનું અંતર માત્ર 9.58 સેકેન્ડમાં કાપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. જો કે હવે તેઓ પોતાના કરીયરમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે.

આ પણ વાંચો: VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article