કર્ણાટકની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે હાથ ધરી તપાસ

|

Jul 18, 2022 | 2:09 PM

કર્ણાટક (Karnataka) પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું, 'મને આજે સવારે આ ઘટનાની જાણ થઈ. જે બાદ મેં તરત જ પોલીસનો (Police) સંપર્ક કર્યો. હાલ સમગ્ર શાળા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે.

કર્ણાટકની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે હાથ ધરી તપાસ
Karnataka Police (File photo)

Follow us on

કર્ણાટકની (Karnataka) એક ખાનગી શાળામાંથી ધમકીભર્યો ઈમેલ મળવાની ઘટના સામે આવી છે. દક્ષિણ બેંગ્લોરના રાજરાજેશ્વરીનગરની એક ખાનગી શાળાને ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આ શાળા રાજરાજેશ્વરીનગરની (Rajarajeshwarinagar) આઈડીયલ ટાઉનશીપમાં આવેલી છે. પશ્ચિમ બેંગલુરુ ડીસીપી લક્ષ્મણ બી. નિમ્બર્ગીએ જણાવ્યું કે આઈડીયલ ટાઉનશીપની એક ખાનગી શાળાને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb Threat) મળી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ શાળા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તમામ વિદ્યાર્થીઓને તુરંત જ બહાર મોકલવામાં આવ્યા હતા અને શાળા ખાલી કરાવવામાં આવી હતી.

નિમ્બર્ગીએ કહ્યું કે આ ધમકી બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સ્કૂલમાં પહોંચ્યુ હતું અને સમગ્ર સ્કૂલ પરિસરનું નિરીક્ષણ કર્યું. તે જ સમયે, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું, ‘મને આજે સવારે આ ઘટનાની માહિતી મળી. જે બાદ મેં તરત જ પોલીસનો સંપર્ક કર્યો. હાલ સમગ્ર શાળા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ત્યા હાજર છે. હું માનું છું કે તે એક ફેક કોલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

થોડા સમય પહેલા મધ્યપ્રદેશના એક રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી મળી હતી

મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ તપાસ બાદ આ માહિતી માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લાના ઇટારસી જંક્શન પર સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર બાદ હોબાળો મચી ગયો હતો. ટ્રેનને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઇટારસી રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનના મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ટ્રેન તેમજ રેલવે સ્ટેશનની તલાશી લીધી હતી, પરંતુ પોલીસને ત્યાં કોઈ પ્રકારનો બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

બીજી તરફ બોમ્બની અફવાથી મુસાફરો પણ ગભરાય ગયા હતા. જોકે, થોડા કલાકો પછી ટ્રેનમાંથી બોમ્બ જેવું કંઈ મળ્યું ન હતું. આ પછી ઈટારસી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પરથી ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

Next Article